સેન્સેક્સ 400 અંક ઉછળો, નિફ્ટી 14800ની પાર

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ 

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,296.35 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,875.20 સુધી ઉછળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.05 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.44 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.03 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 411 અંક એટલે કે 0.83 ટકાના વધારાની સાથે 50,212.62ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 131 અંક એટલે કે 0.90 ટકા ઉછળીને 14,853ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરોમાં 0.24-1.65 ટકા વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.41 ટકા મજબૂતીની સાથે 34,710.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી શેરો માં દબાણ દેખાય રહ્યુ છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, હિંડાલ્કો, ગેલ, બજાજ ફિનસર્વ, યુપીએલ અને ઓએનજીસી 1.69-2.80 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ડૉ.રેડ્ડીઝ, હિરો મોટોકૉર્પ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા 0.05-1.31 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં બીએચઈએલ, અદાણી પાવર, સીજી કંઝ્યુમર, આદિત્ય બિરલા ફેશન અને રેમ્કો સિમેન્ટ્સ 2.39-5.69 ટકા સુધી ઉછળા છે. જ્યારે ઈન્ફો એજ, ઓબરોય રિયલ્ટી, આઈજીએલ, એબીબોટ ઈન્ડિયા અને કંસાઈ નેરોલેક 0.58-1.89 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં ડિક્સોન ટેકનોલોજી, જીએફએલ, ગુજરાત હેવી કેમિકલ્સ, એમએસટીસી અને એમએમટીસી 5.20-8.00 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એસ્ટ્રલ પોલિ, વિશ્વરાજ શુગર, જિંદાલ પોલિ ફિલ્મ, મેજેસ્કો અને રેમ્કી ઈન્ફ્રા 4.94-5.11 ટકા સુધી તૂટ્યા છે.

 50 ,  1