સેંસેક્સ 746 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ

શેરબજારમાં દબાણનો ફરી એકવાર માહોલ શરૂ થયો છે. સેંસેક્સ 746 અંકના કડાકા સાથે 48,878.54 અંકના સ્તર પર બંધ થયું હતું. તો નિફ્ટીની વાત કરીએ તો 281 અંકોના ભારે ઘટાડો આવ્યો અને તે 14,371.90 અંકના સ્તર પર બંધ થયું હતું.

 શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1.45 કલાકે સેન્સેક્સ 655 અંક ઘટી 49,015 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 165 અંક ઘટી 14,420 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, M&M, મારુતિ સુઝુકી, HCL ટેક સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 3.83 ટકા વધી 3848.50 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 1.07 ટકા વધી 2743.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એક્સિસ બેન્ક, HDFC બેન્ક, HDFC, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 1.74 ટકા ઘટી 664.05 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 0.94 ટકા ઘટી 1460.10 પર કારોબાર કરી રહ્યો છે.

 43 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર