સેન્સેક્સમાં 900 અંકનો કડાકો, નિફ્ટી 14,000ની નીચે

ભારતીય શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 2 વાગ્યે સેન્સેક્સ 935 અંક ઘટી 47,411.66 પર કારોબાર કરી રહ્યો. જ્યારે નિફ્ટી 261 અંક ઘટી 13,977.25 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર HUL, ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 2.01 ટકા ઘટી 2350.75 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 1.79 ટકા ઘટી 836.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, ટેક મહિન્દ્રા, M&M, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ITC 1.71 ટકા વધી 211.45 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 1.35 ટકા વધી 985.15 પર કારોબાર કરી રહ્યો છે.


બુધવારે વિશ્વનાં બજારોમાં સપાટ કારોબાર નોંધાઈ રહ્યા છે. એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.24 ટકા અને હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.02 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોસિટ ઈન્ડેક્સ 0.07 ટકા, કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.01 ટકા અને ઓસ્ટ્રેલિયાઈ શેરબજાર પણ સપાટ કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં અમેરિકાનાં બજારોમાં પણ સુસ્તી રહી હતી. જોકે યુરોપનાં બજાર મજબૂત વધારા સાથે બંધ થયાં હતાં. એમાં જર્મનીનો DAX ઈન્ડેક્સ 1.66 ટકા ઉપર અને ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 0.94 ટકા પર કારોબાર કરી રહ્યો છે.

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર