આ એપ્રિલ ફુલ નથી…સેન્સેક્સ પહેલીવાર 39000ની પાર

શેરમાર્કેટે નવા નાણાકીય વર્ષ અને અઠવાડિયાની શરૂઆત રેકોર્ડ સાથે કરી છે. સેન્સેક્સ 186 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો. ટ્રેડિગ દરમિયાન તે 344 પોઇન્ટ વધીને 39,017.06 પર પહોંચી ગયો. જે હજુ પણ સૌથી ઉચ્ચ સ્તરે છે. નિફ્ટીએ આજે 41 પોઇન્ટ પર 11,665.20થી શરૂઆત કરી. ઇન્ટ્રા-ડેમાં 92 પોઇન્ટના વધારા સાથે 11,715.65 પર પહોંચી ગયો.

જ્યારે બીએસઇ પર ટાટા મોટર્સના શેરમાં 6 ટકા અને વેદાંતાના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો. એનએસઇ પર તમામ સેક્ટર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી. મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.64 ટકાનો ઉછાળો જોવા મળ્યો.

ઉલ્લેખનિય છે કે માર્ચ એક્સપાયરી અને સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બાજરમાં સ્થિર કારોબાર જોવા મળ્યો હતો. જોકે માર્કેટની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી.

 112 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી