બજાર તેજી યથાવત્, સેન્સેકસ પહેલીવાર 43,000ને પાર, નિફ્ટી પણ 12,600 પર પહોંચી

બજારમાં સતત સાતમા દિવસે તેજીને કારણે સેન્સેક્સ રેકોર્ડ 43 હજારને પાર પહોંચી ગયો છે. બીએસઈ સેન્સેક્સ 653 અંકના વધારા સાથે 43,250.61 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 12,622.60 પર કારોબાર કરી રહી છે. બેન્કિંગ શેર્સ માર્કેટમાં તેજી છે. બેંક ઇન્ડેક્સમાં 823 પોઇન્ટનો ઉછાળો છે, જ્યારે આઇટી શેર્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. એના ઇન્ડેક્સમાં 733 પોઇન્ટનો ઘટાડો છે.

માર્કેટમાં શાનદાર વધારાને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ રૂ .166 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. દિગ્ગજ શેરોમાં આરઆઈએલનો શેર 1.32% ની મજબૂતી સાથે 2077 પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ પણ 14 લાખ કરોડને પાર થઈ ગયું છે. શેરમાં વધારાને કારણે એચડીએફસી બેંકનું માર્કેટ કેપ પણ પ્રથમ વખત 7.57 લાખ કરોડને પાર થઈ ગયું છે. એચડીએફસી બેન્ક અને કોટક બેંક 1-1 ટકાથી વધુની તેજી છે. આજે એચડીએફસી બેંકના શેર 52-અઠવાડિયાંની ઊંચી સપાટીને સ્પર્શ્યા છે.

માર્કેટમાં શાનદાર વધારાને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ રૂ .166 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. દિગ્ગજ શેરોમાં આરઆઈએલનો શેર 1.32% ની મજબૂતી સાથે 2077 પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ પણ 14 લાખ કરોડને પાર થઈ ગયું છે. શેરમાં વધારાને કારણે એચડીએફસી બેંકનું માર્કેટ કેપ પણ પ્રથમ વખત 7.57 લાખ કરોડને પાર થઈ ગયું છે. એચડીએફસી બેન્ક અને કોટક બેંક 1-1 ટકાથી વધુની તેજી છે. આજે એચડીએફસી બેંકના શેર 52-અઠવાડિયાંની ઊંચી સપાટીને સ્પર્શ્યા છે.

બજારમાં તેજીનાં કારણ –
1. કોરોના વેક્સિન – ફાર્મા કંપની ફાઇઝરએ જણાવ્યું હતું કે છેલ્લા તબક્કાની ટ્રાયલમાં વેક્સિન 90% સુરક્ષિત અને અસરકારક હોવાનું જણાયું છે.

2. વૈશ્વિક બજારોમાં તેજી- વેક્સિનના સમાચાર પછી વૈશ્વિક બજારમાં શાનદાર તેજી જોવા મળી. યુરોપિયન બજારોમાં 6% સુધીનો ઉછાળો જોવા મળ્યો. આ સિવાય અમેરિકી શેરબજારમાં પણ 4% ઉછાળો આવ્યો હતો.

3. રાહત પેકેજની સંભાવના – સરકારે અન્ય રાહત પેકેજની જાહેરાતના સંકેત આપ્યા છે. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાની ગતિ સુધરી છે. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે નાણાકીય પગલાં લેવાઇ શકે છે.

ભારી ઘટાડા પછી સોના-ચાંદીના ભાવમાં ઝટપી વધારો

પાછલા સત્રમાં ભારી ઘટાડા પછી આજે ભારત સાથે વૈશ્વિક બજારોમાં પણ સોના-ચાંદીના ભાવમાં (Gold silver Price)માં વધારો થયો છે. મલ્ટીપલ કોમોડિટી એક્સચેંજ (MCX) પર આજે ડિસેમ્બરમાં ડિલિવર થયેલા વાયદાના સોના અને ચાંદી (Gold and silver futures)ના ભાવ આજે જોવા મળ્યા છે. MCX પર ડિસેમ્બરમાં ડિલિવરી થયેલ સોનું આજે 10.15 વાગ્યે 1.33 ટકા એટલે કે 660 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે 50426 રૂપિયાના ભાવ પર અને સવારે 10.20 વાગ્યા આ 0.09 ટકા એટલે કે 45 રૂપિયા ઘટીને 50408 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. ત્યારે ચાંદી 2.40 ટકા એટલે કે 1463 રૂપિયાના વધારા સાથે 62,317 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી.

MCX પર ડિસેમ્બર ડિલિવરી વાળા સોના ગયા સત્રમાં 49748 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. સોમવારે સોનાના ભાવમાં 10 ગ્રામ 2500 નો ઘટાડો થયો હતો. ત્યારે સોમવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિગ્રા 4600 રૂપિયાનો ઘટાડો થયો છે. પરંતુ મંગળવારે સોનું 183 રૂપિયાના વધારા સાથે 49,931 પર પ્રતિ 10 ગ્રામ થયું છે. ત્યારથી, તે સતત વધી રહ્યો છે. તે શરૂઆતના કારોબારમાં તેનું 49931 રૂપિયાના નીચા સ્તર પર અને 50446 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. ફેબ્રુઆરી ડિલિવરી માટેનું સોનું પણ 627 રૂપિયાથી વધીને 50520 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર