શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1600 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ 450 પોઇન્ટ ડાઉન

આજે પણ શેરબજારમાં કોરોનાની અસર જોવા મળી હતી. સેન્સેક્સમાં ખુલતાની સાથે 1600 પોઇન્ટનો કડાકો, જ્યારે નિફ્ટીમાં 450 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો.  

આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 1,309.28 (2.64%) ઘટીને 48,282.04ના સ્તર પર ખુલ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 419.25 પોઇન્ટ એટલે કે 2.83 ટકાના ઘટાડા સાથે 14,415.60 પર ખુલ્યો છે.

આ પહેલ શુક્રવારે સેન્સેક્સ 154 પોઇન્ટના ઘટાડા સાથે 49,591 ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે, નિફ્ટી પણ 39 પોઇન્ટ તૂટીને 14,834ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં મોટાભાગના બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.

 47 ,  1