સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને રૂ. 2 લાખ કરોડનું નુકસાન

બેન્ક, આઈટી અને ફાર્મા શેરો પર સૌથી વધારે દબાણ જોવા મળ્યું..

વૈશ્વિક બજારમાં મોટા પ્રમાણમાં નકારાત્મક વલણ, વિદેશી ભંડોળના સતત આઉટફ્લોને કારણે સાપ્તાહિક F&Oની સમાપ્તિના દિવસે બજાર નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ઈન્ફોસીસના શેરમાં ઘટાડાને કારણે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.

શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત જોવા મળી હતી. વીકલી એક્સપાયરી ડે અને વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે આજે બજારમાં ખાસ ગતિ જોવા મળી નથી. ગઈકાલના ઘટાડા પછી બજાર ફ્લેટ શરૂ થયું છે. જોકે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો વધુ થતો જણાય છે. સેન્સેક્સ આજે 60,291.70 પર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,967.45 પર કારોબારની શરૂઆત કરી હતી.

ખરાબ ગ્લોબલ સંકેતોએ બજારનો મૂડ બગાડી દીધો છે. બજારમાં આજે લગાતાર ત્રીજા દિવસે નબળાઈ જોવાને મળી છે. ઈંટ્રાડેમાં આજે નિફ્ટી 187 અંક અને સેન્સેક્સ 689 અંકથી વધારે લપસી ગયા. બેન્ક, આઈટી અને ફાર્મા શેરો પર આજે સૌથી વધારે દબાણ જોવાને મળી રહ્યુ છે. નિફ્ટી આજે 1 ટકાથી વધારે ઘટીને 17830 ની આસપાસ પહોંચી ગયા.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી