September 26, 2022
September 26, 2022

સેન્સેક્સમાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો,વર્લ્ડ ઇક્વિટી માર્કેટ, બજેટ અને ટેક્નો-ફન્ડામેન્ટલ્સ નેગેટિવ બન્યાં

બજેટમાં શેર બાયબેક પર ટેક્સ અને લિસ્ટેડ કંપનીઓમાં લઘુતમ પબ્લિક શેર હોલ્ડિંગ વધારવાની જાહેરાતને કારણે સોમવારે શેરબજાર ઊંઘા માથે પટકાયું હતું. આ જાહેરાતને કારણે ફેલાયેલી નિરાશાને કારણે 2019નો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. 2016 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. બીએસઇ સેન્સેક્સ 792.82 પોઇન્ટ ઘટી 38720.57 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇન્ટ્રા-ડે એક તબક્કે 907 પોઇન્ટ સુધી ગગડ્યો હતો. નિફ્ટી-50 252.55 પોઇન્ટ તૂટી 11600 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટી પણ ગુમાવી 11558.60 પોઇન્ટ બંધ રહ્યો હતો.

શુક્રવારે બજેટ રજૂ થયા પછી બે દિવસમાં સેન્સેક્સે 1188 પોઇન્ટ ગુમાવ્યા છે.ઓટો કંપનીઓના વાહન વેચાણ વૃદ્ધિમાં સતત ઘટાડો, ઉત્પાદનમાં જંગી કાપ, ઇન્વેન્ટરી અને પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વૃદ્ધિ જેવા નકારાત્મક પરીબળોના કારણે ઓટો શેર્સમાં સૌથી વધુ ખરાબી જોવા મળી હતી.

સેન્સેક્સની આગેવાની હેઠળ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 3.78 ટકા, ઓઇલ ઇન્ડેક્સ 3.10 ટકા, પાવર ઇન્ડેક્સ 3.10 ટકા, રિયાલ્ટી ઇન્ડેક્સ 3.50 ટકા, બેન્કેક્સ 2.74 ટકા, મેટલ 2.02 ટકા, ટેલિકોમ 1.92 ટકા ઘટ્યા હતા. સ્મોલકેપ 2.76 ટકા અને મિડકેપ 1.99 ટકા ઘટવા સાથે નાના રોકાણકારોની પણ ધૂમ વેચવાલીનો સંકેત મળી રહ્યો છે.

નિર્મળા સીતારમણની નિરાશાજનક બજેટ પ્રપોઝલ ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ તથા હાઇ નેટવર્થ ઇન્વેસ્ટર્સ ઉપર ટેક્સ ભારણ વધવાની દહેશત સેવાઇ રહી છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી