સેન્સેક્સ 1039 અંક ઘટી 50 હજારના સ્તરે પહોંચ્યો, BSEની માર્કેટ કેપ લગભગ 3 લાખ કરોડ ઘટી, US માર્કેટમાં ઘટાડાની અસર

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9.21 કલાકે સેન્સેક્સ 794 અંક ઘટી 50244 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 222 અંક ઘટી 14871 પર કારોબાર કરી રહ્યો છે. માર્કેટ શરૂ થતાની સાથે જ સેન્સેક્સમાં 1039 અંકનો કડાકો જોવા મળ્યો હતો. તેના પગલે BSEની માર્કેટ કેપ લગભગ 3 લાખ કરોડ ઘટી છે. આ ઘટાડો USના માર્કેટ થયેલા ઘટાડાના પગલે નોંધાયો છે.

સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 3.85 ટકા ઘટી 741.15 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક 3.46 ટકા ઘટી 1071.35 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાના શેરબજારોમાં ભારે ઘટાડાથી વિશ્વભરના બજારો ઘટ્યા
અમેરિકાના બજારોમાં ભારે વેચવાલીના કારણે શેરબજારોમાં ઘટાડો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 737 અંક નીચે 29430 પર છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 771 અંક નીચે 29303 પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 2-2 ટકાનો ઘટાડો છે.

 16 ,  1