સેન્સેક્સ 350 અંક ઉછળ્યો, નિફ્ટી 18 હજાર નજીક

સ્મૉલકેપ શેરોમાં વેચવાલી અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 60,323.96 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,900 ની ઊપર છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં વેચવાલી અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.07 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.56 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 355.05 અંક એટલે કે 0.59 ટકાના વધારાની સાથે 60,403.52ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 88.25 અંક એટલે કે 0.49 ટકા ઉછળીને 17,941.45ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો,  મેટલ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ 0.19-1.02% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.15 ટકા વધારાની સાથે 37,202.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેલ્થકેર, એફએમસીજી, આઈટી અને ફાર્મા ઘટાડો છે.

દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, એસબીઆઈ અને એચડીએફસી બેન્ક 1.46-2.20 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, સિપ્લા, ટાટા કંઝ્યુમર અને એચસીએલ ટેક 0.68-1.79 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં બજાજ હોલ્ડિંગ્સ, એસજેવીએન, અશોક લેલેન્ડ, એબી કેપિટલ, એલએન્ડટી ફાઈનાન્સ 1.70-3.53 ટકા સુધી ઉછળા છે. જ્યારે ઝિ એન્ટરટેનમેન્ટ, જેએસડબ્લ્યુ એનર્જી, ઑબરૉય રિયલ્ટી, અપોલો હોસ્પિટલ અને બાયોકૉન 1.92-3.59 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં આઈનોક્સ લિઝર, ગુજરાત અલકલી, ગોકુલ એગ્રો, પીવીઆર અને જેટીએલ ઈન્ફ્રા 5.15-9.89 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ગેટવે ડિસ્ટ્રીક, ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ, એક્સપમોક ડિઝાઈન, ગ્લોબસ સ્પિરિટ્સ અને મયુર યુનિક્વાર્ટર 3.61-5 ટકા સુધી તૂટ્યા છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી