September 18, 2020
September 18, 2020

સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો, નિફટી 11,000ને પાર

RILએ નવા CEOના નામને મંજૂરી આપતા શેર 5% ઉછળ્યો

ભારતીય શેર બજારોમાં આજે વૈશ્વિક માર્કેટમાં આવેલી તેજીની અસર જોવા મળી છે. બીએસઈ સેન્સેકસ 723 અંકોના ઉછાળે 37,702ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 203 અંક વધીને 11,094 પર ટ્રેડ થઈ રહ્યાં છે. બજારને આજે હાઈ સ્પિરિટમાં દોડાવવામાં HDFC બેંકનો મહત્વનો ફાળો રહ્યો છે. RILએ નવા CEOના નામને મંજૂરી આપતા શેર 5% ઉછળ્યો હતો.

BSE પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 95 અથવા 5% વધીને રૂ. 2106 પર વેચાણ થઇ રહ્યો છે. તેવી જ રીતે HDFC બેન્કનો શેર રૂ. 41 વધીને રૂ. 1042.45 પર ટ્રેડ થઇ રહ્યો છે. મારુતિનો શેર 3% વધીને રૂ. 6,328 આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે.

4 દિવસના ઘટાડા પછી બજારમાં રિકવરી જોવા મળી રહી છે. પ્રાઇવેટ બેન્કોમાં ઝોશમાં જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્કમાં 350 અંકનો ઉછાળો નોંધાયો છે. DAP 2020 ના ડ્રાફ્ટ પછી ડિફેન્સ શૅરમાં જોરદાર તેજી આવી છે. મિડકેપમાં ખાતર, કેમિકલ શૅર ચાલ્યા છે. ચાય અને ચોખાના શેરમાં પણ ખરીદી જોવા મળી રહી છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 763.27 અંક એટલે કે 2.07 ટકાના વધારાની સાથે 37,702.87 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 203.25 અંક એટલે કે 1.87 ટકા ઘટીને 11,094 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર