મુહૂર્ત ટ્રેડિંગમાં તેજી : સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો, રોકાણકારોની દિવાળી સુધરી

દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 195 પોઈન્ટ અને નિફ્ટી 50 પોઈન્ટ વધીને બંધ..

દિવાળીના પાવન અવસરમાં મુહૂર્ત ટ્રેડિંગ વખતે બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. વર્ષ 2020ની દિવાળીના મુહૂર્તમાં સેન્સેક્સ 195 પોઇન્ટ વધીને 43,637.98 પર બંધ થયો હતો જયારે નિફટી 54 પોઇન્ટ વધીને 12,774 પર બંધ આવી હતી. આજે સેન્સેક્સ 250 પોઇન્ટ ઉપર ખુલીને ટ્રેડિંગ દરમિયાન 300 પોઇન્ટ સુધી વધ્યો હતો. તેવી જ રીતે નિફટીમાં પણ ઉપરમાં 100 પોઇન્ટ જેટલો વધારો જોવા મળ્યો હતો. જોકે, વેચવાલીનું પ્રેશર આવતા અને ખરીદી ધીમી પડતા બજારમાં તેજી ધીમી પડી હતી.

મુહૂર્તા ટ્રેડિંગના દિવસે સેન્સેક્સ-નિફ્ટી આજે ઑલ ટાઇમ હાઇ બન્યું છે. આજે ચારે મહત્વપૂર્ણ ઇન્ડેક્સ જોસમાં હતા. સેન્સેક્સ આજે 194.98 અંક એટલે કે 0.45 ટકાના વધારા સાથે 43,637.98ના સ્તર પર બંધ રહ્યો છે. ત્યારે નિફ્ટી 50.65 અંક એટલે કે 0.40 ટકાના વધારા સાથે 12,770.60 ના સ્તર પર બંધ રહ્યો છે.

દિગ્ગજ શૅરોની સાથે મિડ અને સ્મૉલકેપ શેરોમાં પણ સારી ખરીદી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.62 ટકાના વધારા સાથે બંધ થયા છે. ત્યારે સ્મૉલકેપ ઇન્ડેક્સ 0.84 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. તેલ અને ગેસ શેરોમાં પણ આજે ખરીદારી જોવા મળી હતી. બીએસઈ ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ 1.5 ટકા વધીને બંધ રહ્યો હતો.

બેન્કિંગ શેરોમાં પણ ખરીદી કરવામાં આવી હતી. બેન્ક નિફ્ટી આજે 0.2 ટકાના વધારા સાથે 28,519.20 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 0.11 ટકા અને પ્રોઇવેટ બેન્ક ઇન્ડેક્સમાં 0.24 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આજ ચારે બાજૂ તેજીમાં નિફ્ટી રિકૉર્ડ ઉંચાઇ પર બંધ રહ્યો છે. BSEના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળી છે. તેલ-ગેસ, ખાતર સૌથી ઝડપી હતું. ઓટો, ફાર્મા, રિયલ્ટી શેરોમાં પણ તેજી રહી છે. નિફ્ટીએ 50 માંથી 35 શેરો મેળવ્યા. ત્યારે સેન્સેક્સના 30 માંથી 22 શેરોમાં ખરીદારી જોવા મળી છે.

મુહૂર્ત ટ્રેડિંગનું મહત્વ

મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં રોકાણકારો અને બ્રોકર્સ મૂલ્ય આધારિત શેરો ખરીદે છે, જે લાંબા ગાળા માટે સારા હોય છે. એવું માનવામાં આવે છે કે વિશેષ મુહૂર્તમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે કરેલું રોકાણ રોકાણકારો માટે સૌભાગ્ય લાવે છે. ઘણાં રોકાણકારો માને છે કે આ પ્રસંગે ખરીદેલા શેરને નસીબદાર આભૂષણો તરીકે રાખવા જોઈએ. તેઓ શેર ખરીદે છે અને પછીની પેઢી સુધી પણ લઈ જાય છે. કંઇ પણ નવું શરૂ કરવા માટે દિવાળીને આદર્શ દિવસ માનવામાં આવે છે. ઘણા લોકો આ વિશિષ્ટ ટ્રેડિંગ સત્ર દરમિયાન શેર બજારમાં પ્રથમ રોકાણ કરે છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર