નજીવા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં ૧૩૨ પોઇન્ટનો ઘટાડા

13 જુને શેરબજારમાં દિવસની શરૂઆતમાં જ  નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 132 પોઇન્ટના ઘટાડા સાથે ૩૯,૬૨૦.૮૩ની સપાટીએ ખુલ્યો હતો, તો નિફટી ૩૬ પોઈન્ટ ઘટીને ૧૧,૮૭૦.૧૫ પર ખુલ્યો છે.આજે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં કોઇપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી છે. જોકે જાણકારોના જણાવ્યા અનુસાર અમેરિકી ડોલર સામે રૂપિયા મજબૂત થશે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.34 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.34 પર બંધ રહ્યો હતો.

પ્રારંભિક ટ્રેડિંગમાં યસ બેન્ક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇન્ફોસિસ, ઓએનજીસી, બ્રિટાનિયા, ટાટા મોટર્સ, એચસીએલ ટેક, ગ્રાસિમ, હીરો મોટોકોર્પ, ભારતી ઇન્ફ્રાટેલ, વેદાંત, યુપીએલ, બજાજ ઓટો, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દાલ્કો, એનટીપીસી અને અદાણી પોર્ટ્સમાં નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી બાજુ, બીપીસીએલ, એશિયન પેઇન્ટ્સ, એસબીઆઈ, કોલ ઇન્ડિયા, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, સિપ્લા, આઈઓસી, બજાજ ફાઇનાન્સ, ટાઇટન કંપની, સન ફાર્મા, લાર્સન, બજાજ ફીન્સર્વે અને રિલાયન્સ મજબૂતી સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે.

 15 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર