શેર બજારમાં મજબૂતીનો દૌર, 50 હજારને પાર ખૂલ્યો સેન્સેક્સ

સકારાત્મક કારોબારી ટ્રેંડ વચ્ચે કારોબારની શરૂઆત ભારતીય શેર બજારમાં મજબૂતી સાથે થઇ. મુખ્ય સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ તેજી સાથે 50,000 ના સ્તરની ઉપર ખુલ્યો અને નિફ્ટીમાં બઢત નોંધાઇ. 30 પોઇન્ટવાળો સેન્સેક્સ ગુરૂવાર સવારે 227 પોઇન્ટના વધારા સાથે 50,019ના સ્તર પર અને 50 પોઇન્ટવાળો નિફ્ટી 77 પોઇન્ટની તેજી સાથે14,722.60 પર ખુલ્યો.

ગઇકાલના કારોબારના અંતે સેન્સેક્સ 393.83 પોઈન્ટના વધારા સાથે 49,792.12 પર બંધ રહ્યો હતો. નિફટી 123.55 અંક વધીને 14,644.70 પર બંધ રહ્યો છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા અને મારુતિ ઈન્ડેક્સના ટોપ ગેઈનર્સ રહ્યા હતા. બંને કંપનીના શેર 2%થી વધુ ઉછાળા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં ઓટો અને આઈટી શેરોમાં એકંદરે તેજી જોવા મળી હતી.

સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,096.57 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,736.65 સુધી ઉછળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.68 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.80 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.60 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 256.12 અંક એટલે કે 0.51 ટકાના વધારાની સાથે 50,048.24 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 76.30 અંક એટલે કે 0.52 ટકા ઉછળીને 14721 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં 0.35-1.06 ટકા વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.56 ટકા ઉછળાની સાથે 32,725.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, યુપીએલ અને ઈન્ડસઈન્ડ બેન્ક 1.45-3.62 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી અને બીપીસીએલ 0.23-0.49 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં આદિત્ય બિરલા ફેશન, ફ્યુચર રિટેલ, મેક્સ ફાઈનાન્શિયલ, વોલ્ટાસ અને હનીવેલ ઑટો 2.83-5.59 ટકા સુધી ઉછળા છે. જ્યારે એયુ સ્મૉલ ફાઈનાન્સ, સન ટીવી નેટવર્ક, ગ્લેનમાર્ક, અંજતા ફાર્મા અને એમફેસિસ 0.51-1.22 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં ગેટવે ડિસ્ટ્રીક્ટ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રી, સુર્યા રોશની, ગેબરિલ ઈન્ડિયા અને પોલિકેબ 5.02-16.74 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં દિવાન હાઉસિંગ, એવરેસ્ટ ઈન્ડિયા, જીએમએમ પફ્ડલર, એગ્રો ટેક ફૂડ્ઝ અને વીએસટી 2.42-4.96 ટકા સુધી તૂટ્યા છે.

 17 ,  1