આર્થિક સર્વેમાં ગુલાબી ચિત્ર છતાં શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 588 પોઇન્ટનો કડાકો

આર્થિક સર્વે બજારને રાસ ન આવ્યું, રોકાણકારો નિરાશ

શેરબજાર છેલ્લા ઘણા દિવસોથી લાલ નિશાન પર બંધ છે. આજે શેરબજારમાં શરૂઆત થતા કારોબાર ઉછાળા પર રહ્યો હતો. પરંતુ દિવસના ઉતાર-ચઢાવ પછી શેરબજારમાં ફરી ઘટાડો થયો છે. અને તે લાલ નિશાન પર બંધ રહ્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જેનાથી રોકાણકારો ઉત્સાહિત ન થયા અને બજારમાં વેચવાલી થઇ છે.

આજે દિવસના અંતે શેરબજારમાં ભારે કડાકો પડ્યો છે. તેમાં છેલ્લા કેટલાકે દિવસોથી કડાકાની પ્રક્રિયા શરૂ થઇ છે. સેન્સેક્સમાં 588 પોઇન્ટનો કડાકો પડ્યો છે. જેમાં નિફ્ટી પણ 14 હજારની નીચે છે. તેથી રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે.

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ 588.59 પોઇન્ટ એટલે 1.26% ટકાના કડાકા સાથે 46,285.77 પર બંધ થયો છે. તેમજ નિફ્ટી −154.60 પોઇન્ટ એટલે 1.12% ટકાના ઘટાડા સાથે 13,662.95 પર બંધ રહી છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.57 ટકા સુધી ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.38 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.19 ટકા ઘટાડાની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 588.59 અંક એટલે કે 1.26 ટકાના ઘટાડાની સાથે 46285.77 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 182.90 અંક એટલે કે 1.32 ટકા ઘટીને 13634.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

એફએમસીજી, ઑટો, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ અને ફાર્મા અને આઈટી શેરોમાં 0.07-1.93 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.68 ટકાના વધારાની સાથે 30,565.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્કમાં ખરીદારી જોવા મળી.

દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, મારૂતી સુઝુકી, હિરો મોટોકૉર્પ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને એનટીપીસી 3.11-5.30 સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એચડીએફસી લાઈફ 1.43-6.14 સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એમએન્ડએમ ફાઈનાન્શિયલ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, અમારા રાજા, કંસાઈ નેરોલેક અને જિંદાલ સ્ટીલ 4.28-6.21 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં શ્રીરામ ટ્રાન્સફર, ઈમામી, ટીવીએસ મોટર, એનએચપીસી અને અદાણી પાવર 4.99-16.27 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એચએફસીએલ, સિગનિટી ટેક, એચએસઆઈએલ અને રામક્રિષ્ના ફોર્જ 5.3-6.06 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં આઈઆઈએફએલ ફાઈનાન્સ, સોલારા એક્ટિવ, હિંદ કૉપર, એલજી બાલક્રિષ્ન અને કેપીઆઈટી ટેક 6.32-19.97 ટકા સુધી ઉછળા છે.

નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી માઈનસ 7.7 રહેશે

2020-21ના વર્ષ માટે દેશના ઈકોનોમિક સર્વેને આજે નાણા મંત્રી નિર્મલા સિતારમને સંસદમાં રજૂ કર્યો હતો. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી માઈનસ 7.7 રહેશે. આમ જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન કરવામાં આવ્યું છે.

સર્વેમાં કહેવાયું છે કે, એ પછીના વર્ષમાં દેશની ઈકોનોમીમાં સુધારો થશે અને 11 ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે. કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પગલે દેશની ઈકોનોમીમાં સુસ્તી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગની રેટિંગ એજન્સીઓ પણ જાહેરાત કરી ચુકી છે કે, વર્તમાન વર્ષમાં દેશની જીડીપીમાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલાં ક્વાર્ટરમાં જીડીપીમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

 59 ,  1