સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો જંગી કડાકો

માર્કેટ કેપમાં 2 કલાકમાં 8 લાખ કરોડનું ધોવાણ

ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ જંગી કડાકો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 1,500થી વધુ પોઈન્ટ ઘટીને 58,123 પર પહોંચ્યો છે. માર્કેટ કેપમાં 2 કલાકમાં 8 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. એટલે કે દર મિનિટે 6,500 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

આજે સેન્સેક્સ 68 પોઈન્ટ વધીને 59,778 પર હતો. પરંતુ થોડી જ મિનિટોમાં તે 500 પોઈન્ટથી વધુ તૂટી ગયું હતું. BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 260.99 લાખ કરોડ થયું છે. ગુરુવારે તે રૂ. 269.20 લાખ કરોડ હતો. Paytmનો શેર આજે 16% ઘટીને રૂ. 1,291 પર પહોંચી ગયો છે. માર્કેટ કેપ 85,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આજે બજારના ઘટાડા પાછળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)નો મોટો ફાળો છે. રિલાયન્સનો શેર 4.5% ઘટીને રૂ. 2,378 થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સ્ટોક લગભગ 10% તૂટ્યો છે. કંપનીએ શુક્રવારે મોડી રાત્રે એક નિવેદન આપ્યું હતું કે સાઉદી અરામકો સાથેનો તેનો સોદો હાલ પૂરતો રિન્યૂ કરવામાં આવશે. આ માટે ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી