સેન્સેક્સ 311 અંક વધ્યો, નિફ્ટી 14770ની ઊપર

બેન્ક નિફ્ટી 0.09 ટકા નબળાઈની સાથે 32,472.60ના સ્તર પર 

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,369.92 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,748.10 સુધી ઉછળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.52 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.54 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.55 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 311.80 અંક એટલે કે 0.63 ટકાના વધારાની સાથે 49,513.19ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 88.45 અંક એટલે કે 0.60 ટકા ઉછળીને 14,771.95ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી અને રિયલ્ટી શેરોમાં 0.18-0.79 ટકા વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.09 ટકા નબળાઈની સાથે 32,472.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાઈનાન્સ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં દબાણ જોવા મળે છે.

દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ, ભારતી એરટેલ, પાવર ગ્રિડ અને અલ્ટ્રાટેક 1.42-2.21 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, કોટક મહિન્દ્રા બેન્ક, સન ફાર્મા, વિપ્રો, ટાટા કંઝ્યુમર અને એચડીએફસી બેન્ક 0.36-0.58 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં બેન્ક ઑફ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોન, એયુ સ્મૉલ ફાઈનાન્સ, અદાણી ગ્રીન અને સેલ 2.41-4.13 ટકા સુધી ઉછળા છે. જ્યારે ફ્યુચર રિટેલ, ગોદરેજ પ્રોપર્ટી, અદાણી પાવર, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને અપોલો હોસ્પિટલ 0.82-2.58 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં એનઆઈઆઈટી, સંદુર મેનેજર્સ, સાતિયા ઈન્ડસ્ટ્રીઝ, લિખિથા અને ત્રિભુવનદાસ 6.51-7.44 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં યારી ડિઝિટલ, ફ્યુચર લાઈફ, એનએફએલ, ફ્યુચર સપ્લાય અને મુંજાલ સૉ 2.28-4.97 ટકા સુધી તૂટ્યા છે.

 15 ,  1