સેન્સેક્સ 100 અંકનો વધારો, નિફ્ટી 12250 ની નજીક

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં વધારો જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. નિફ્ટી 12250 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 100 અંકોનો વધારો જોવામાં આવી રહ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.34 ટકા સુધી વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.38 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.53 ટકા ઉછળા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 100.66 અંક એટલે કે 0.24 ટકા સુધી ઉછળીને 41553.01 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 28.90 અંક એટલે કે 0.24 ટકાની તેજીની સાથે 12244.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ફાર્મા, આઈટી, રિયલ્ટી, એફએમસીજી, ઑટો અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બેન્ક નિફ્ટી 0.17 ટકાના વધારાની સાથે 32146.75 ના સ્તર પર પહોંચી ગઈ છે. જ્યારે મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં દબાણ જોવાને મળી રહ્યુ છે.

દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, ભારતી ઈન્ફ્રાટેલ, સન ફાર્મા, યસ બેન્ક, કોલ ઈન્ડિયા, ઈન્ફોસિસ અને એચસીએલ ટેક 1.21-2.28 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવર ગ્રિડ, બીપીસીએલ અને બજાજ ફિનસર્વ 0.57-1.18 ટકા સુધી લપસ્યા છે.

મિડકેપ શેરોમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, સ્ટરલાઇટ ટેક્નો, હુડકો, પ્રેસ્ટીજ એસ્ટેટ અને ટાટા ગ્લોબલ બેવરેજીસ 4.54-2.85 ટકા સુધી ઉછળા છે. જો કે મિડકેપ શેરોમાં ગુજરાત ગેસ, મહાનગર ગેસ, એજીએલ, ક્રિસિલ અને ફ્યુચર રિટેલ 2.47-0.58 ટકા સુધી ઘટ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં પ્રિકોલ, મેરાથોન રિયલ્ટી, એનઆર અગ્રવાલ, અરવિંદ સ્માર્ટ અને અજમેરા રિયલ્ટી 17.54-12.35 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કોફી ડે, ટેક્સમેકો ઈન્ફ્રા, ડિશમેન કાર્બોજ, કેએસઈ અને ટેક્સમેકો રેલ 4.73-3.09 ટકા સુધી તૂટ્યા છે.

 3 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર