કાર અને રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર, બે લોકોના ઘટનાસ્થળે મોત

ખેડા-નડિયાદ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો

અમદાવાદ જતા પરિવારને ખેડા-નડિયાદ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. 2 લોકોના મોત થયા જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. ખેડા-નડિયાદ હાઇવે પર એક અકસ્માતની ગોઝારી ઘટના બની છે.ખેડા થી અમદાવાદ જતા પરિવાર રતનપુર પાટીયા પાસે અસ્કમાત નડ્યો છે. હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે ભયવાહ ટક્કર થઈ હતી. જેમાં રિક્ષાના કુરચે કુરચા ઉડી ગયા હતા. કાર પર સામેથી ટકરાતા હવામાં ફંગોળાઈને હાઈવે પર ગુલાટ મારી ગઈ હતી.અકસ્માત એટલો ભયાવહ હતો કે જોત જોતામાં ઘટના સ્થળે જ 2 લોકોના ચકદાઈ જવાથી મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત કેવી રીતે થયો તેના કોઈ સમાચાર મળી રહ્યા નથી પણ એક સાઈડનો ખેડા-નડિયાદ હાઇવે આ કારણે બ્લોક થઈ ગયો હતો. રસ્તા પર ચિલકારીઓ અને ઈજાગ્રસ્તોને ગંભીર અસ્કમાંત થવાથી લોહી વહેતું હતું. હાઈવે પર આવનાર મુસાફરોએ પોલીસ અને 108ને અકસ્માત અંગેની જાણ કરી હતી

જે બાદ પોલીસ ઘટના સ્થળ પર આવી ઘાયલોને 108 મારફતે સિવિલ ખસેડયા હતા તો બીજી તરફ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા 2 લોકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની વધૂ તપાસ પોલીસ કરી રહી છે. હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોના ટોળે ટોળા અકસ્માતની જગ્યાએ ભેગા થયા છે. કાર અને રિક્ષા ચાલકના પરિવારને પણ અકસ્માત અંગે જાણ કરી દેવામાં આવી છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી