ગંભીર અકસ્માત : કાર અને ડમ્પર વચ્ચે ભયાનક ટક્કર….

વિજાપુર થી હિંમતનગર તરફ આવતી સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત..

આકસ્મિક ઘટનાઓ અવારનવાર ઘટતી જોવા મળે છે .આ ઘટનાઓ કયારેક આપણી ભૂલોથી તો ક્યારેક સામેવાળાની ભૂલથી થતી જોવા મળે છે .માર્ગ અકસ્માતમાં આવું અનેક વાર જોવા મળે છે . જલ્દી પહોંચવાની ઉતાવળમાં અને ક્યારેક ગતિની મજા લેવામાં આપણે મોતની સજા મેળવતા હોઈએ છીએ .

મળતી માહિતી મુજબ ,આવી જ એક ઘટના હિંમતનગરના દેધરોટા રોડ પર સર્જાઈ છે .વિગતોમાં હિંમતનગરના દેધરોટા નજીક કાર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો .આ અકસ્માતમાં કાર ચાલક ગંભીર રીતે ઘવાયો હતો .ઘટનામાં વિજાપુરથી હિંમતનગર તરફ આવતી સ્વીફ્ટ કાર રોડ પર રેતી ભરીને ઉભેલા ડમ્પર પાછળ ઘુસી ગઈ હતી,જેમાં કારચાલકને ઇજા પહોંચી હતી .ગંભીર ઈજાગ્રસ્ત કારચાલકને 108માં સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો .

વધુમાં ,આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને થતા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે .

 91 ,  2