વડોદરાની સ્ટર્લીગ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો, કોરોનાકાળમાં ચલાવી હતી ઉઘાડી લૂંટ

કેસની તપાસ ACP ક્રાઈમને સોંપવામાં આવી 

વડોદરાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોના કાર્યકાળમાં ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે, કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો 1880 કરોડ કમાયા હતા. ત્યારે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલે ડોક્ટરોના નામે દર્દીઓ પાસેથી 30 કરોડ ઉઘરાવીને લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. કોરોનામાં 2865 પેશન્ટની સારવાર કરનાર ડો.સોનિયા દલાલે મોટો ધડાકો કર્યો છે. પલ્મોનોલોજીસ્ટ ડો. સોનિયા દલાલે પોલીસ કમિશ્નરે ફરિયાદ કરી કે, વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમણે સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટ તરીકે સેવા આપી હતી. હોસ્પિટલે તેમને 20 કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ અધ્ધર કરી દીધા હતા. જેથી મહિલા ડૉક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.

પલ્મોલોજિસ્ટની ડો.સોનિયાની તપાસ ક્રાઈમ એ.સી.પીને સોંપાઇ છે. હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્ય સરકાર અને વી.એમ.સીની ગાઈડલાઈનનો ભંગ કર્યાના આક્ષેપ ઉઠ્યો છે. ડો દલાલ પોતે સ્ટર્લિંગ હોસ્પિટલના કોવિડ દર્દીઓની સારવાર કરતા હતા. ત્યારે સરકારે નક્કી કરેલા હોસ્પિટલના દર કરતા વધુ 30 કરોડ ઉઘરાવી લીધાના આક્ષેપ ઉઠ્યા છે. ડો દલાલને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી 20 કરોડ લેવાના થાય છે, તેની સામે 1 કરોડ 41 લાખ જ ચૂકવાયા હતા. કોરોના કાળમાં ડોક્ટરની વિઝિટીંગ ફી 3 હજારની જગ્યાએ 11000 ઉઘરાવાઈ હતી. ડો. અભિનવ ભોંસલેને હોસ્પિટલ સાથે કોઈ લેવાદેવા નથી, છતાં તેમના નામે દર્દીઓ પાસેથી નાણાં ઉઘરવાયા હતા.

ડૉક્ટરે આક્ષેપ કર્યા છે કે હોસ્પિટલે સરકારની VMC ગાઈલાઈનનો પણ ભંગ કર્યો છે. જેમા હોસ્પિટલ દ્વારા નિયત દર કરતા 30 કરોડ રૂપિયા વધું ખંખેર્યા હોવાનો આક્ષેપ ડૉ દલાલે કર્યો છે. જેને લઈને ખળભળાટ મચી ઉઠ્યો છે. હાલ મુદ્દો વડોદરા શહેર માટે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. જેથી હોસ્પિટલ તંત્ર સામે ગંભીર સવાલો ઉટી રહ્યા છે.

ડૉ સોનિયા દલાલે લગાવેલા આક્ષેપ પ્રમાણે હોસ્પિટલ દ્વારા ડૉક્ટરની વિઝિટીંગ ફી પણ 3 હજારના બદલે 11 હજાર લેવામાં આવી છે. તેઓ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સારવાર કરતા હતા. જેથી આ સમગ્ર મામલે તેમણે હોસ્પિટલ પાસેથી 20 કરોડ લેવાનો દાવો કર્યો છે. કારણકે હોસ્પિટલ દ્વારા તેમને માત્ર 1.41 કરોડ ચૂકવવામાં આવ્યા છે. 

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી