September 28, 2020
September 28, 2020

AMC સંચાલિત શાળાની ગંભીર બેદરકારી, બંધ બારણે લેવાઇ વિદ્યાર્થીઓની પરીક્ષા, ક્યાકે સુધરશે તંત્ર..?

ગુલબાઇ ટેકરા પાસે આવેલી શાળામાં બંઘ બારણે લેવાઇ વિદ્યાર્થીઓની પરીક્ષા, જવાબદાર તંત્ર બેખબર

અમદાવાદ શહેરમાં AMC દ્વારા સંચાલિત શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્કૂલ બંધ હોવા છતાં શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવમાં આવી હતી. શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી એલિસબ્રિજ ખાતે શાળા નં-7 અને 8માં વિદ્યાર્થીઓને બોલાવામાં આવ્યા અને પરીક્ષા લેવામાં આવી હતી. બંધ બારણે લેવામાં આવી રહેલી પરીક્ષાનો વીડિયો વાયરલ થતાં હોબાળો મચ્યો છે. તો બીજી તરફ પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે.

અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે તે પ્રમાણે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા સંચાલિત શાળાએ ગંભીર બેદરકારી દાખવી શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી હતી.

બંધ બારણે વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર પરીક્ષા લેવામાં આવતા અનેક સવાલો પેદા થયા છે. કારણ કે એક સમયે ગુલબાઈ ટેકરામાં વધુ કેસો હતા અને આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેવામાં આ રીતે બાળકોને ભેગા કરવામાં આવે અને તેમને કોરોનાનો ચેપ લાગે તો જવાબદાર કોણ..?

તો બીજી તરફ વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરએ જણાવ્યું હતું કે સ્કૂલો બંધ હતી અને આવી એક શાળામાં વિદ્યાર્થીઓને બોલવાવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ મામલે લગધીર દેસાઈને તપાસ સોંપી છે. આ ઘટના અંગે જે કોઇપણ જવાબદાર વ્યક્તિ અને શિક્ષક હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

 97 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર