ગાંધીનગરમાં આરોગ્ય કર્મીની ગંભીર બેદરકારી..!! બે વ્યકિતઓને એક સાથે ઠપકાર્યા રસીના બંને ડોઝ

પેથાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ દરમિયાન ગંભીર બેદરકારી

ગાંધીનગર ની બગલમાં આવેલા પેથાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે બે વ્યકિતઓને એકી સાથે બે ડોઝ ફટકારી દેવામાં આવ્યા છે એક બાજુ રસીના નામ ના દેકારો બોલી રહ્યો છે ત્યારે એક સાથે બબ્બે ડોઝ ફટકારવાની ગંભીર બેદરકારી સામે આવી છે. પેથાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ દરમિયાન એક મહિલા અને એક પુરુષને સ્થળ પર એકી સાથે ડોઝ બે અલગ અલગ આરોગ્ય કર્મચારીઓની ગેરસમજના કારણે ફટકારી દેવામાં આવ્યા છે.

શ્રમજીવી વર્ગના પુરુષ લાભાર્થીને રસીકરણ અંગેની પ્રાથમિક કોઈપણ પ્રકારની સમજ ન હતી અને તેમના આધાર કાર્ડની નોંધણી થાય તે પહેલા તેને પહેલો જ આપી દેવાયો હતો અને આધાર નોંધણી થયા પછી બીજો ડોઝ આરોગ્ય કર્મચારીએ આપી દીધો હતો.

તે પહેલા બે આરોગ્ય કર્મીઓની ગેરસમજના કારણે એક મહિલાને બે ડોઝ આપી દેવામાં આવ્યા હતા આ અંગે મહિલાએ ધ્યાન પણ દોર્યુ હતું પણ સમજે તે પહેલા મોડું થઇ ચુકયું હતું સમગ્ર ઘટનામાં રસી આપનાર કર્મચારીઓની ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે. જેના કારણે એક સાથે બે ડોઝ લેનારા લાભાર્થીને આરોગ્ય પર કેવી અસર થશે તે તો સમય જ બતાવશે.

 87 ,  1