30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા !

જામનગર સેશન્સ કોર્ટે 1990 જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદો જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે આપ્યો છે.

જામનગર કોર્ટે કલમ 302 હેઠળ બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસકર્મીઓ આરોપી હતા. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજીયાત હતો. આ કેસ માટે સ્પેશલ પીપીની પણ નિમણૂંક કરવામાં આવી છે.

આ કેસના સ્પેશલ પબ્લિક પ્રોસિક્યૂટર તુષાર ગોકાણીએ જણાવ્યું કે, કોર્ટે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને દોષિત ઠેરવ્યા છે. એ સિવાયના આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે એટલે કે કલમ 323, 506 (1) દોષિત ઠેરવ્યા છે.

 78 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી