જૂનાગઢ : બિહારની ચાદર ગેંગ પોલીસના સકંજામાં, સાતની ધરપકડ

ચાદર ગેંગના 5 સભ્યો અમદાવાદ અને 2 ભાવનગરથી ઝડપાયા

જૂનાગઢ શહેરનાં કાળવા ચોક વિસ્તારમાં આવેલી ફોનવાલા મોબાઇલ ફોનની દુકાનમાં થયેલી મોબાઈલ ફોનની ચોરીનો ભેદ જૂનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાંખ્યો છે. ચોરીમાં સંડોવાયેલી બિહારની ચાદર ગેંગના 5 સભ્યો અમદાવાદથી અને 2 સભ્યો ભાવનગરથી ઝડપી પાડીને તેમની પાસેથી અંદાજિત 17 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે.

આ અંગે ગઈકાલે જુનાગઢ એસ.પી. રવિ તેજા વાસમશેટી અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જુનાગઢ એમ.જી. રોડ પર ગત તા.29-11-21ના મોબાઈળની દુકાનનું શટણ ચાદર આડે રાખીને વાળી નાખી અંદર એક શખ્સે પ્રવેશી 49 મોબાઈળ 3.83 લાખની એસેસરી 80 હજાર રોકડા સહિત કુલ 14.47 લાખના મુદામાલની ચોરી થવા પામી હતી.

જેની સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તેમજ બાતમીના આધારે આ ટોળકી અમદાવાદ હોવાની બાતમી મળતા અમદાવાદના નારોલ ખાતેની ઝુંપડપટ્ટીમાં રહેતો નિજામુદીન મીયા, નઈમ ફકીર, બોબીન દેવાન, ગુલશન કુશવાહા અને તેના સાગ્રીતોને જુનાગઢ એલસીબીએ અમદાવાદની પોલીસની મદદથી દબોચી લીધા હતા. તેઓ પાસેથી થેલામાં રાખેલા મોબાઈલ મોબાઈલ એસેસરીઝ બે અઢી માસ પહેલા ઈન્દોરથી ઘડીયાળના શો રૂમમાંથી 372 ઘડીયાળ, સહિત 33 લાખની ચોરી કરી હતી. સીસીટીવી કેમેરામાં 7 શખ્સો કેદ થયા હતા. જેઓ બસમાં બદલતા બદલતા અમદાવાદ પહોંચી ગયા હતા.

તેઓ ચોરી કરતા પહેલા રેકી કરતા હોય બાદ ચોરીને અંજામ ચાદરના સહારે આપતા હતા. અમદાવાદથી 5 ને દબોચી લીધા બાદ તેમની પૂર્વ કચ્છમાં બે શખ્સો ભાવનગર ખાતે રેકી કરવા ગયાનું જણાવતા જયાં ચોરીને અંજામ આપે તે પહેલા મુકેશ છેદીરામ,ગુલશન બ્રમ્હાનંદ પ્રસાદ કુશવાહા અને નઈમ હારીશ દેવાનને ઝડપી લઈ કુલ રૂા.17.12 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. કુલ 86 મોબાઈલ, એસેસરી મોબાઈલની 60 હજાર રોકડા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

એસ.પી. રવિ તેજા વાસમશેટીએ જણાવ્યું હતું કે આ કુખ્યાત ગેંગ ઘોડાસહન ગેંગના નામે ઓળખાય છે જે આંતરરાજય ગેંગ કોલકત્તા- ગોધરા, ઈન્દોર, વડોદરા સહિતના સ્થળોએ હાથ અજમાવ્યાનું કબુલ્યું છે. જુનાગઢમાંથી 15 લાખની કીંમતના 49 મોબાઈલ ગોધરા ખાતેથી 6 લાખના 27 મોબાઈલ એસેસરી, એમપીના ઈન્દોર ખાતેથી 33 લાખના 372 ઘડીયાળ કોલકતા ખાતેના શોરૂમમાંથી 8 લાખના મોબાઈલનો ભેદ ઉકેલાયો છે.

આ ચોરી કરનાર ગેંગ રેકી કરી વહેલી સવારે ચોરીને અંજામ ચાદર આડે રાખીને આપતા હતા ચોરી કરેલ મુદ્દામાલ નેપાળ ખાતે વેંચી નાખતા હોવાનું ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી