લીબિયામાં આંતકીઓ દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતીઓ સહિત 7 ભારતીઓ મુક્ત

આતંકીઓએ બંધક બનાવેલા ગુજરાતીઓ સહિત સાત ભારતીઓનું હેમખેમ છૂટકારો

લીબિયામા અપહરણ કરાયેલ 7 ભારતીઓને મુક્ત કરાયા છે. ટ્યુનિશિયામા ભારતીય રાજદુત પુનિત રાય કુંદલે તેમને મુક્ત કર્યા અંગેની જાણકારી આપી છે. ગુજરાત, આન્ધ્રપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશના રહેવાસી આ 7 ભારતીઓને 14 સપ્ટેમ્બરે લીબીયાના અશ્વરીથી અગવા કરી લેવાયા હતા.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, 13મી સપ્ટેમ્બરે વિઝાની અવિધ પૂરી થઈ જતાં આ ભારતીય નાગરિકો ભારત આવવાની ફ્લાઈટ પકડવા નીકળ્યા હતા. એ વખતે રસ્તામાંથી જ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે લીબિયન ઓથોરિટી સાથે સંપર્ક કરીને અપહૃત નાગરિકોને બને એટલી ઝડપથી છોડાવવાની કોશિશ શરૂ કરી હતી.

વિદેશ મંત્રાલયે નાગરિકોના પરિવારજનોને આશ્વાસન આપતા કહ્યું હતું કે ટૂંક સમયમાં આ તમામ નાગરિકો ભારત આવી જશે. વિદેશ મંત્રાલયે નાગરિકોની ઓળખની પ્રક્રિયા હાથ ધરીને તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.

લીબિયામા ભારતીય દુતાવાસ આવેલુ નથી પણ તેના પાડોશી દેશ ટ્યુનિશિયામા ભારતીય દુતાવાસ આવેલુ છે જે લિબિયામા રહેલા ભારતીય નાગરીકોની દેખભાળ કરે છે. લિબિયા સરકાર અને ત્યા રહેલા આંતરરાષ્ટ્રીય સંગઠનોની મદદથી આ 7 ભારતીય નાગરીકોને મુક્ત કરવામાં આવ્યા હતા.

જણાવી દઇએ, અગાઉ 2015માં લીબિયામાં ચાર ભારતીય નાગરિકોનું અપહરણ થયું હતું. એ વખતે  તેમને મુક્ત કરાવીને ભારત લાવવામાં ઘણો સમય લાગી ગયો હતો. ભારત સરકારે એ પછી એક એડવાઈઝરી બહાર પાડીને લીબિયાનો પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી.

 48 ,  1