ભાજપ નેતાની પત્ની સહિત સાત મહિલા જુગાર રમતા ઝડપાયાં

ઉપલેટામાં ભાજપ પ્રમુખના પત્નીનું જુગારધામ ઝડપાયું…

સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાના પત્ની અન્ય મહિલાઓ સાથે જુગાર રમતા ઝડપાયા છે. ઉપલેટામાં તાલુકા ભાજપ પ્રમુખની પત્ની જુગાર રમતા ઝડપાયા છે. તાલુકા ભાજપ પ્રમુખ સંજય માકડિયાના પત્ની સહિત સાત મહિલાઓ 71 હજાર રોકડ સાથે જુગાર રમતા ઝડપાયાં છે. ઉપલેટાના તુલસી ટાવર પાસે આવેલ રાજમોતી નગરમાં આવેલ રહેણાંક મકાનમાં જુગાર આ મહિલાઓ જુગાર રમતાં હતાં.

ઉપલેટા તાલુકા ભાજપના પ્રમુખ સંજય માકડિયાના પત્ની દ્વારા ચલાવાતું મહિલા જુગારધામ ઝડપાયા બાદ આખા શહેરમાં જુગારધામ ચર્ચા ઉઠી છે. યાદવ રોડ ઉપર આવેલા ગોકુલધામ મકાનમાં મહિલાઓ માટે જુગારધામ ચલાવતુ હોવાની બાતમી મળતા મંગળવારે સાંજના 6 વાગ્યે ગોકુલધામ મકાન ઉપર પોલીસે દરોડો કરતા સાત મહિલાને જુગાર રમતા રૂ 71,000 રોકડા સાથે ઝડપી પાડી હતી. 

ભાજપના પ્રમુખ પત્ની ભાવનાબેન જુદા જુદા ગામોમાંથી મહિલાઓને બોલાવીને ચલાવતા હતા. ભાજપના આગેવાનો દ્વારા ભાવનાબેનનું નામ કાઢવા પોલીસ પર દબાણ પણ કર્યું હોવાની વાત આખા શહેરમાં વહેતી થઇ છે. પરંતુ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

પકડાયેલા મહિલા આરોપીઓ:-

  • ભાવનાબેન સંજયભાઈ માકડિયા રહે. ઉપલેટા
  • અનુબેન રમેશભાઈ પટેલ રહે. ઉપલેટા
  • હેતલબેન જગદીશભાઈ ગોસાઈ રહે. ઉપલેટા
  • નર્મદાબેન નાથુભાઈ વાણિયા રહે. ઉપલેટા
  • મુમતાજબેન રફિકભાઈ મડમ રહે. ધોરાજી
  • અલ્પાબેન સંજયભાઈ ચાવડા રહે. ઉપલેટા
  • જયશ્રીબેન નિલેશભાઈ રાખોલિયા રહે. ધોરાજી

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર