પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ, સાત લોકોના મોત – 70 ઘાયલ

મદરેસામાં ક્લાસ ચાલી રહ્યા હતા ત્યારે થયો ધમાકો, અનેકની હાલત ગંભીર

પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ થતાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન પોલીસે આ બ્લાસ્ટ અંગે માહિતી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે પેશાવરની ડીર કોલોનીના એક મદરેસામાં ધમાકો થયો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા. આ બ્લાસ્ટમાં અંદાજે 19 બાળકો ઘાયલ થયા છે. ખૈબર પખ્તૂનખ્વાની પોલીસે જાણકારી આપી છે કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, બેગમાં ટાઈમ બોમ્બ લગાવીને આ ષડયંત્રને પાર પાડવામાં આવ્યું છે.

ઘટનાસ્થળ પર હાજર લોકો અુસાર જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે મદરેસામાં ક્લાસ ચાલી રહ્યા હતા. મરનારા લોકોમાં ટીચર્સ અને બાળકો સામેલ છે. હાલમાં સ્થાનીક પોલીસ અને રાહત કામ માટે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ પેશાવરની દીર કોલોનીમાં આવેલી મદરેસા પાસે થયો. ભોગ બનેલામાં બાળકો અને મદરેસાના ઈન્સ્ટ્રક્ટર્સ સામેલ છે. વિસ્ફોટ થયો ત્યારે મદરેસામાં ક્લાસિસ ચાલુ હતા. ઘાયલોને સારવાર અર્થે લેડી રિડિંગ હોસ્પિટલ અને અન્ય મેડિકલ ફેસિલિટીમાં ખસેડાયા છે. ઘાયલોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

પોલીસ અને બચાવ દળની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર