September 21, 2020
September 21, 2020

મહારાષ્ટ્ર : રાયગઢમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા

લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસ જારી

મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાયગઢ જિલ્લાના મહાડમાં એક પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં ઘણા લોકો ફસાય હોવાની આશંકા છે. ઘટના કાજલપુરા વિસ્તારની બતાવવામાં આવી રહી છે. હાલમાં બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મળતી વિગત મુજબ, દુર્ઘટના સાંજે લગભગ સાડા છ વાગે મહાડ વિસ્તારમાં બની છે. ઇમારત 10 વર્ષ જૂની હતી. જેમાં 50 જેટલા પરિવારો રહેતા હતા. દુર્ઘટના પહેલા લગભગ એક કલાક સુધી ઇમારત હલી રહી હતી. તે પછી જ 25 જેટલા પરિવારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ઘણા પરિવારો ફસાયા હતા.

પચાસથી વધુ લોકો ઈમારત નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત્યુ અંગે કોઇ માહિતી સામે આવી નથી, વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર