મધ્યપ્રદેશના સિંહોરમાં ઝડપાયું સેક્સ રેકેટ, ભોપાલથી બોલાવવામાં આવતી કોલગર્લ્સ

શિવસેનામાંથી ચૂંટણી લડી ચુકેલી આ મહિલા ઘરમાં જ ચલાવતી હતી સેક્સ રેકેટ

મધ્યપ્રદેશના શિહોરમાં શિવસેનાના નેતાના ઘરે સેક્સ રેકેટ પકડાયું છે. પોલીસે ઘટનાસ્થળેથી કાર અને રોકડ રકમ જપ્ત કરી છે. 4 યુવતીઓ, ત્રણ ગ્રાહકો તેમજ સાથે જ મહિલા મેનેજર, સંચાલિકા અને ચાલક પકડાયા છે. જે મહિલાના ઘરે આ કાર્યવાહી થઈ તે પોતાને સમાજ સેવિકા બતાવી રહી છે અને શિવસેનાની ટિકિટ પર નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી લડી ચૂકી છે.

મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે પોલિસે સિહોર બસ સ્ટેન્ડ પાસે સ્થિત અનુપમા તિવારીના મકાન પર દરોડા પાડ્યા હતા. જ્યાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. પોલિસની દરોડાની કાર્યવાહીથી હડકંપ મચી ગયો પરંતુ કોઈ ભાગી શક્યું નહીં. પોલિસે 4 મહિલાઓ અને 3 ગ્રાહકોને પકડ્યા છે. આ ઉપરાંત ઘટનાસ્થળે નશાનો સામાન પણ મળ્યો છે. તમામ મહિલાઓ ભોપાલ પાસેની જણાઈ રહી છે. જેને ઈન્દુલતા નામની લેડી મેનેજર ઘરમાં લઈ આવતી હતી.

યોગાચાર્યના રૂપમાં સન્માનિત

અનુપમા તિવારી અંગે જાણકારી મળી કે તેઓ 2015માં શિવસેનાની ટિકિટ પર નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી લડી ચૂકી છે અને પોતાને સમાજસેવિકા બતાવી રહી છે. નેહરુ યુવા કેન્દ્ર તરફથી થોડા વર્ષો પહેલા યોગાચાર્યના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલાઓના સુરક્ષાને લઈને પણ અનુપમાના નિવેદનો સામે આવ્યા હતા. જેમાં મહિલા સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી છે. પોલિસે તમામ સામે કેસ દાખલ કર્યા છે. ઘરેથી લગભગ 28 હજાર રૂપિયા અને બે કાર જપ્ત કરવામાં આવ્યા છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી