કોલસા સંકટ પર શાહે સંભાળી કમાન, બેઠકનો દોર શરૂ..

દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વીજળી સંકટ!

દેશના ઘણા રાજ્યોમાં આવેલા વીજળી સંકટને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કોલસા મંત્રી પ્રહ્લાદ જોશી, ઉર્જા મંત્રી આરકે સિંહ સહિત એનટીપીસીના વરિષ્ઠ અધિકારી હાજર છે. અધિકારીઓ તરફથી ગૃહમંત્રીને હાલની સ્થિતિ અને કોલસાના ભંડાની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. 

દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં પોતાને ત્યાં કોલચાની કમીને કારણે વીજળી સંકટનો મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. સાથે રાજ્યોના નાગરિકોને વીજળીની બચત કરવાની અપીલ પણ કરવામાં આવી છે. પરંતુ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું કે દેશમાં કોલસાનો પૂરતો ભંડાર છે, અને વીજળી સંકટની આશંકાની વાતો તથ્યો વગરની છે. 

કોલસા મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યુ કે, વીજળી ઉત્પાદક પ્લાન્ટની જરૂરીયાત પૂરી કરવા માટે દેશમાં કોલસાનો ભંડાર ઉપલબ્ધ છે. મંત્રાલયે કોલસાની કમીને કારણે વીજળીની આપૂર્તિમાં કમીની આશંકાઓને નકારી દીધી છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને વીજળી સંકટનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી