Video : આર્યનને જેલમાં મળવા પહોંચ્યો શાહરૂખ..

જામીન માટે મુંબઇ હાઇકોર્ટમાં અરજી

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્રને ગઈ કાલે કોર્ટે જામીન ન આપતા આખરે હવે એક  પિતા તરીકે શાહરૂખ ખાનની ધીરજ જાણે ખુટી ગઈ અને આજે સવારે તે પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચી ગયો. 

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. 14 ઓક્ટોબરે સેશંસ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ગત સુનાવણીમાં એનસીબીએ કોર્ટમાં કહ્યું હતું કે, આર્યન ખાન 20 વર્ષની વયથી જ ડ્રગ્સનું સેવન કરતો હતો. તેનું આંતરરાષ્ટ્રીય પેડલર્સ સાથે પણ કનેકશન છે. શાહરૂખ ખાનના ફેંસ કોર્ટ બહાર એકત્ર થઈ ગયા છે અને આર્યન ખાનની જામીનની માંગ કરી રહ્યા છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી