શાહરુખ કા રૂખ- દિલ હુમ હુમ કરે..ધબરાયે..એક બૂંદ કભી પાની કી..

શાહરૂખખાનની બ્રાન્ડને અસર- જાહેરાતો સ્થગિત…

કંગનાએ રિતિકને રીતસર ધોઇ નાંખ્યો ધોઇ..

40 કંપનીઓની જાહેરાતો કરે છે આર્યનના પિતા..

એનસીપીએ રેવ પાર્ટીને રાજકિય રંગ આપ્યો.

બિચારો રેવ..ની બાતમી આપનાર ખુલ્લો પડી ગયો..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

મોટુ વહાણ. મોટા અભિનેતાનો ઇકલૌતા પુત્ર અને મોટા મોટા મિડિયામાં ભારે ધમાચકડી વચ્ચે દેશ આખામાં એક જ ચર્ચા કે આટલા મોટા અભિનેતાનો છોકરો આવા ધંધા કરે છે….,આગળ જતાં શું કરશે…? તો કોઇએ વળી શાહરૂખને આડે લીધો- બાપ થઇને દિકરાને કહે છે તું નશીલા પદાર્થનું મજેથી સેવન કરજે, ડોન્ટ વરી..! મૈં હું ન..! આવી તે કાંઇ સલાહ અપાતી હશે દિકરાને..? ઠીક છે કે તું તારી યુવાનીમાં જે ના કરી શક્યો તે તારા તારલા પાસેથી કરાવવા માંગે છે..?! ઇસકી સજા મિલેંગી, બરાબર મિલેંગી…અને શાહરૂખખાન જે જાહેરખબરોમાં આવે છે, ખાસ કરીને યુવા છાત્રો માટેના ઓનલાઇન સંસ્થા બાયજયુસની તમામ જાહેખબરો સંસ્થાએ પોતાના હિતમાં અટકાવી દીધી છે….શાહરૂખ 2017થી તેના બ્રાન્ડ એમ્બેસેડર છે. ખાનની પાસે હુન્ડઇ, રિલાયન્સ જિઓ, એલજી, દુબઇ ટુરીઝમ, આઇસીઆઇસીઆઇ બેંક (ચંદા કોચરવાલી..) સહિત લગભગ 40 વિવિધ કંપનીઓ માટે વિજ્ઞાપન કરે છે.બાયજયુસ દ્વારા શાહરુખને વર્ષે દહાડે 3-4 કરેોડ મળે છે.

ડ્રગ્સ-રેવનો મામલો એવો ઉંચકાયો કે મિડિયાને તો મજો મજો પડી ગયો…દરિયામાં તરતા આધુનિક વહાણ ક્રુઝમાં દમ મારો દમ… પાર્ટી ચાલી રહી છે અને તેમાં નશીલા પદાર્થેના ધૂમાડા ધુમાડા…ઉડી રહ્યાં છે અને ડીજેવાલે બાબુ…તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત જેવા મદહોશભર્યા ગીતો વગાડી રહ્યો હશે અને ઓહહ..કવરેજની કેવી મજા આવશે….પણ પછી ધીમે ધીમે..મામલો શાંત અને રાજકિય થઇ ગયો….

મહારાષ્ટ્ર ભાજપનો કોઇ મનીષ ભાનુશાળી નામનો કાર્યકર રેવ પાર્ટીનો એક આરોપી અરબાઝ મર્ચન્ટને બાવડેથી ઝાલીને લઇ જતો મિડિયા તસ્વીરોમાં આવી જતાં એનસીપીએ સવાલો પર સવાલો કર્યા- આ તો ભાજપનો છે, કેન્દ્રીય એનસીબી તપાસ એજન્સીના કોઇ અધિકારીની જેમ આરોપીને પકડીને કેમ લઇ જાય છે….? અને પછી શાહરુખના ઘર કે જ્યાં ધરતીનો છેડો પૂરો થાય છે એ મન્નતમાં સહાનુભૂતિ…સંવેદનાનો દરિયો વહેતો થયો-ડોન્ટવરી અમે તારી સાથે છીએ..તને જાણી જોઇને નિશાન બનાવવામાં આવ્યો છે વગેરે..વગેરે…

ભાનુશાળીએ મિડિયાને એનસીપીના સવાલોના જવાબ આપ્યો- હું તો ભાજપનો સામાન્ય કાર્યકર છું..મને એક ક્રુઝમાં રેવ પાર્ટીની બાતમી મળી હતી જે મેં એનસીબી-નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યૂરો-ને આપી અને એજન્સીએ મને કહ્યું કે, આમ તો અમારી પાસે પણ બાતમી છે રેવની પણ, તારી પાસે માહિતી વધારે છે એટલે તું પણ અમારી સાથે રહેજે એટલે હું તેમની સાથે હતો..મનીષ કહે છે કે તેનું નામ એનસીપીએ જાહેર કરી દેતાં હવે તેને તેના જાન પર જોખમ છે…

શાહરૂખખાનનો પુત્ર આર્યન હજુ કસ્ટડીમાં છે. આર્યન કસ્ટડીમાં રડી રહ્યો છે..તેની માતા ગૌરી પણ વિલાપ કરે છે અને માતા તરીકે દુઃખ થાય તે સ્વાભાવિક છે. કેમ કે આર્યન અને તેનો પરિવાર ભારતમાં જાણીતો પરિવાર છે. એટલે દેશભરમાં ક્રુઝ…રેવ…આર્યન…ડ્રગ્સ….સમાચારોએ ખાસ્સી એવી જગ્યા અખબારોમાં અને ટીવી મિડિયામાં સમય લઇ લીધો,…અડધી જગ્યા લખીમપુર ખીરી કિસાન હત્યા કાંડે લઇ લીધી..બન્ને ઘટનાઓ સાથે ચાલી રહી છે મિડિયામાં આજકાલ અને તેમાં વળી મંત્રીપુત્ર આશિષ મિશ્રાની ધરપકડની ઘટનાએ તો મિડિયાને દાડતાં કર્યાં છે…

શાહરુખના બ્રાન્ડ પર આર્યનના છાંટા ઉડ્યા છે. શાહરુખખાને સીમી ગરેવાલને આપેલી મુલાકાતમાં આર્યને શું શું કરવુ જોઇએ…એ વિશે કરેલા ઉચ્ચારણો અને વિડિયો સોશ્યલ મિડિયામાં ભાઇ..ભાઇ…એવો વાઇરલ થયો કે શાહરૂખની શૈક્ષણિકસંસ્થાની જાહેરખબરો સ્થગિત….શૈક્ષણિક સંસ્થાના ટાર્ગેટ યુવાનો શાહરુખખાનને જોઇને પેલો મુલાકાતવાળો વિડિયો જોઇને રખે ને કદાજ આર્યનની જેમ…? નો..નો.. સ્ટોપ ધ એડ્.!

કંગનાએ તો આર્યન પ્રત્યે સહાનુભૂતિ દાખવનાર રિતિક રોશનને ને આડે અને સીધા હાથે લીધા અને કહ્યું કે બધા માફિયા પપ્પુ તેના એટલે કે આર્યનના બચાવમાં ઉlરી પડ્યા છે…! બિચ્ચારો રિતિક કેટલો સરસ ડાન્સ કરે છે…..કંગનાના પંગામાં કૂટાઇ ગયો..! હશે. આવી વખતે જ ખબર પડે છે કે કૌન મેરે અપને..કૌન પરાયે..! આવી ઉગ્ર સ્વાભાવવાળી અભિનેત્રી એક ફિલ્મમાં સીતામાતાનું પાત્ર પણ ભજવવાની છે….! રામાયણનું શુ થશે..?

મિડિયા અને ભારત રાહ જોઇ રહ્યું છે કે શાહરુખખાન સમગ્ર મામલે આર્યનના પિતા તરીકે શું પ્રતિભાવ આપે છે…બની શકે કે તેને તેના મેનેજરો દ્વારા અને મિત્રવર્તુળ દ્વારા સલાહ અપાઇ હોય કે- નવ બોલવામાં નવ ગુણ…..અભી તેરા ટેમ ખરાબ ચલ રિહા હૈ ક્યા..એટલે કદાજ ના પણ બોલે. બીજીવાર કોઇ વળી નવી સીમી ગરેવાલને મુલાકાત આપતી વખતે માયાવતીની જેમ લખેલું નિવેદન વાંચી જશે અને નિવેદન પુરૂ થતાં થેંક્સ કહીને ઉભા થઇને કેમેરાથી દૂર…

શાહરુખ ભલે કેમેરાથી દૂર થઇ જાય કે દૂર થઇ જશે પણ બોલીવુડમા ક્રુઝ..રેવ.. ડ્રગ્સના ધૂમાડા અમુક સમય સુધી દિલ હુમ હુમ કરે…ઘબરાયે, ઘમ ધમધમ કરે ગરજાયે…એક બૂંદ કભી પાની કી .. મોરી અંખિયો સે બરસાયે..ની જેમ ઘૂમરાયા કરશે….

 78 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી