શાહરુખ ખાનને ડોક્ટરેટની માનદ ડિગ્રી મળશે, ઓસ્ટ્રેલિયામાં મળશે આ સન્માન

વિદેશોમાં પણ શાહરૂખના પ્રશંસકોની સંખ્યા ઓછી નથી. તેની અનેક ફિલ્મો દુનિયાના અનેક દેશોમાં સુપરહિટ રહી છે. શાહરૂખ ખાનને ફિલ્મોમાં તેના યોગદાન બદલ ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટી સન્માનિત કરવા જઈ રહી છે.

આ પદવી શાહરુખને ગરીબ બાળકોને મદદ, વુમન એમ્પાવરમેન્ટ તથા હિંદી સિનેમામાં આપેલા યોગદાન બદલ આપવામાં આવે છે. શાહરુખ ખાન મીર ફાઉન્ડેશનનો ફાઉન્ડર છે. એક્ટરે પિતાના નામથી ફાઉન્ડેશન શરૂ કર્યું છે. આ ફાઉન્ડેશનથી શાહરુખ લોકોને મદદ કરે છે.

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને ભારત સરકારનું સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી, ફ્રાન્સ સરકારની ‘ઓર્ડેર ડ્રેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ’, ‘લેગિયન ડીહોનૂર’ જેવા સન્માન મળી ચૂક્યા છે. આ સાથે જ તેને બેડફોર્ડશાયર યુનિવર્સિટી, એડિનબર્ગ યુનિવર્સિટી, મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટી અને યુકેની લો યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનદ ઉપાધી મળી ચૂકી છે. આ યાદીમાં હવે વધુ એક સન્માનનો ઉમેરો થવાનો છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી