શાહરૂખ ખાનની એક્ટ્રેસે સાડીમાં કરાવ્યું ફોટોશૂટ, Pics

પાકિસ્તાની એક્ટ્રેસ અને બૉલિવૂડ ફિલ્મ રઈસમાં શાહરૂખ સાથે જોવા મળેલ માહિરા ખાન હાલ તેના દેશી લૂકના કારણે ચર્ચામાં છે. ગળામાં નેકલેસ, જૂડા બન હેર સ્ટાઇલ અને ક્રિમ સાડીમાં માહિરાનો દમદાર લૂક ઈન્ટરનેટ પર છવાયો છે. માહિરાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું જેની ફોટોઝ તેણે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.

માહિરાએ પોતાની કરિયરની શરૂઆત 2006માં વીજે તરીકે કરી હતી. તે એમટીવી પાકિસ્તાનના લાઈવ શો ‘મોસ્ટ વોન્ટેડ’ને વીકમાં ત્રણ દિવસ હોસ્ટ કરતી હતી. 2011માં ફિલ્મ ‘બોલ’થી માહિરાએ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

માહિરા 2011માં પાકિસ્તાની ટીવી શો ‘હમ સફર’થી જાણીતી બની હતી. આ શોએ તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી હતી. જેમાં તેની ફવાદ ખાન સાથે જોડી જામી હતી. માહિરાની પોપ્યુલારિટીને પગલે તેને શાહરુખ ખાનની સાથે ફિલ્મ ‘રઈસ’ ઓફર થઈ હતી અને જેમાં તેણે આસિયાનો રોલ કર્યો હતો.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી