બિચ્ચારો આર્યન, એકટર બન્યા પહેલાં જ છાપે ચઢ્યો..!

બોલીવુડની નવી પેઢી ક્રુઝના માધ્યમથી નશાના રવાડે…?

પિતા તરીકે શાહરુખ નાપાસ થયો-આવી સલાહ અપાય દિકરાને…?

આર્યન હિરોઇનના બદલે હેરાઇનના ચક્કરમાં પડ્યો..?

આર્યનના લેન્સ બોક્સમાંથી જથ્થો મળ્યો…..

આર્યન ક્રુઝને બદલે હોટેલમાં પકડાયો હોત તો..? છુટી જાત…?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

કેટલી સરસ મજાની પાર્ટી દરિયાની વચ્ચે ક્રુઝમાં ચાલી રહી હતી…ક્રુઝમાં બધા ક્રેઝી..ક્રેઝી અને મસ્ત…મસ્ત બનીને મસ્તીમેં ઝુમે…ઇધર ઉધર ઘૂમે..આવી પાર્ટીમાં ડીજે ના હોય એવુ તો બને જ નહી.. ..દમ મારો દમ મિટ જાયે ગમ..બોલો સુબહ શામ હરે ક્રિષ્ણ હરે રામ….અને રામ રામ…રામ..રઇશ શાહરુખબાબાનો બાબો આ ડ્રગ્સ કહેતા વિદેશની નકલ સમાન રેવ પાર્ટીમાં પણ હતો …! કોઇ તો પિતાના સપના પૂરા કરવા ભણે-ગણે વિદેશ જાય ડોક્ટર બને, એન્જિનિયર બને અને રઇશપુત્ર આર્યન ખાન પિતાની ઇચ્છા પૂરી કરવા નશાનો બંધાણી બનીને આવી પાર્ટીઓમાં બાપના પૈસે મોજ-મજા-મસ્તીની પળોમાં ઝડપાઇ ગયો..બધો નશો ઘડીના છઠ્ઠાના ભાગમાં સરરરરરર…કરતાં ઉતરી ગયો અને પહોંચ્યો સીધો હવાલાતમાં…!

ફિલ્મ હરે રામ હરે ક્રિષ્ણમાં દેવઆનંદે વર્ષોપહેલાં દર્શાવ્યું હતું કે નવી યુવા પેઢી ક્યાં જશે…દમ મારો દમ મિટ જાયે ગમ..એ ગીત આ જ ફિલ્મનું છે અને ફર્ક એટલો જ કે શાહરુખનો પુત્ર આર્યન જે રેવ પાર્ટીમાં પકડાયો તે જમીનને બદલે પાણી પર ચાલી રહેલાં આલિશાન ક્રુઝ એટલે કે વહાણ એમ્પ્રેસ ક્રુઝમાં ચાલી રહી હતી અને દરો઼ા પાડનારી એજન્સીની પોલીસ એ જ ક્રુઝમાં તેમની વચ્ચે હતી….!

દરોડા વખતે વહાણ પર 600 લોકો હતા જે મોંધુ ભાડુ આપીને મુંબઇથી આ વહાણમાં મોજ માટે જ નિકળ્યા હતા. બધા કાઇ રેવ પાર્ટીમાં નહોતા પણ દરોડાને કારણે આખી ક્રુઝને પછી કિનારે લાવવામાં આવી અને જેઓ ખરેખર નિર્દોષ મોજ મજા હરવા ફરવા નિકળ્યા હતા તેમને હેરાન થવુ પડ્યુ હશે. તપાસ એજન્સી કહે છે કે 600માંથી અમે આર્યન સહિત 8 જણાંને પકડ્યા તો કંઇક તો હશે જ ને…? કોઇ તો પુરાવા હશે જ ને…?

તેમના કહેવા પ્રમાણે શાહરુખખાનના પુત્ર પાસે જે લેન્સ બોક્સ હતું તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું ઉપરાંત કોઇના સેનીટરી પેડમાં છુપવેલુ હતું તો કોઇએ પેન્ટની સિલાઇમાં સંતાડેલુ હતું…આર્યનના લેન્સ બોક્સમાંથી કેટલો જથ્થો મળી આવ્યો તે હજુ જાહેર થયુ નથી.કુલ કેટલો જથ્થો હતો તે પણ હજુ જહેર થયું નથી. 600માંથી 8 જણાં જ પકડાયા તો સહેજે અંદાજ મૂકી શકાય કે 200 કે 300 ગ્રામ જથ્થો હોઇ શકે. વધારે પણ હોય અને ઓછો પણ હોય. આર્યનખાનની ધરપકડ કરવામાં આવ અને અલગ અલગ 4 કલમો લગાડવામાં આવી છે. લોકઅપમાંથી કોર્ટમાં હાજર કરાશે, કદાજ રિમાન્ડ પણ માંગવામાં આવે કે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું..કોણે આપ્યું..અને પછી જામીન પર છૂટકારો..

આર્યનની પહેલી ફિલ્મને અને તેને પોતાને પ્રસિધ્ધિ ના મળે એટલી પ્રસિધ્ધિ વગર પૈસે ક્રુઝ-ડ્રગ્સને કારણે તમામ મિડિયામાં રાતોરાત મળી ગઇ…! જેઓ શાહરુખના છોરાનું નામ નહોતા જાણતાં તેઓ પણ જાણી ગયા કે ઓહ..તો આ છે ઓલા શાહરુખનો છોરો..તે હે કાંઇમાં પકડાયો..? હેં…નશાવાળી પાર્ટીમાં પકડાયો…છી…છી..છી..ગંદો છોરો હે ….

લગભગ બધા મિડિયામાં પહેલા પાને મુખ્ય સમાચાર આર્યનના છે…અને યુપીના લખીમપુર ખીરીમાં કોઇ નેતાના પુત્રે વિરોધ કરી રહેલા કિસાનો પર કાર ચઢાવી દેતા 8 ખેડૂતો માર્યા ગયા એ સમાચાર સેકન્ડ હેડલાઇન હતી. આ ઘટનામાં પણ કોઇ નેતાના પુત્રનું નામ જાહેર થયું. એટલે એમ કહી શકાય કે એક નેતાપુત્ર અને એક અભિનેતા પુત્રે મિડિયામાં પહેલા પાને જગ્યા લીધી. નેતાપુત્ર અને અભિનેતાપુત્ર. પણ એમાં આર્યન વધારે જગ્યા લઇ ગયો..અને તેનું કારણ પણ છે કે તે આખરે તો બોલીવુડના સુપરસ્ટાર ગણાતાં ક.ક..ક..કિરણ ફેમ શાહરુખખાન કા લડકા જો ઠહરા..એટલે ઇતની પબ્લીસીટી તો મિલના હી મિલના હૈ…

એક વિડિયો તેની સાથે વાઇરલ થયો. સીમી ગરેવાલ(ઓળખી…? ફિલ્મ કર્જમાં હતી))ને આપેલા એક ઇન્ટવ્યુમાં શાહરુખ કહે છે- મૈં ચાહતા હું કી આર્યન કી ઉંમર મેં જો મૈં નહીં કર પાયા વો સબ મેરા બેટા કરે..ઘૂમે ફિરે..ડ્રગ્સ લે..સેક્સ કરે સબકુછ…! પોતાના પિતાનો આ ઇન્ટરવ્યુ આર્યને જોયો જ હશે અને પિતાની ઇચ્છા પૂરી કરવા નિકળી પડ્યો ક્રુઝમાં…પ્યાર કી કસ્તી મેં..લહેરો કી મસ્તી મેં..પવન કે શોર શોર મેં, ચલે હમ જોર જોર મે..ગગન સે દૂર….! પણ પ્યાર કી કસ્તીમાં બેસીને દરિયાના મોજા પર સવાર થઇને પહોંચ્યો ક્રુઝથી દૂર…સીધા કસ્ટડીમાં…!

એક પિતા થઇને શાહરુખ જાહેર ઇન્ટરવ્યુમાં આવુ બોલે તે ઉચ્ચિત તો ન જ કહેવાય. કયો પિતા જાહેરમાં એમ કહે કે મને તો ડ્રગ્સ લેવાની તક ના મળી પણ મારો દિકરાને મળવી જોઇએ…? શાહરુખખનની જેમ અન્ય એક અભિનેતાનો પુત્ર પણ થોડાંક સમય પહેલા મુંબઇની એક હોટેલમાંથી આવી જ કોઇ રેવ પાર્ટીમાં પકડાયો હતો પણ લાગ અને વગને કારણે આર્યનની જેમ કસ્ટડીમાં ના ગયો..બચી ગયો હતો.

આર્યનને આ બધામાંથી બોધપાઠ લેવો જોઇએ કે…એક તો બાપા તો બોલ્યા કરે કે મારા દિકરાએ આમ કરવુ જોઇએ અને તેમ કરવુ પણ એનો અમલ કરવો નહીં… બીજુ, કે કોઇ ક્રુઝમાં જવુ નહીં…લે લે કસમ…

ત્રીજુ, કે પેલા લાગ અને વગ વાળા અભિનેતાના પુત્રની જે હોટેલમાં જ જવુ જેથી આવુ કંઇક થાય તો પિતા ફટાફટ કાર લઇને આવે અને પોલીસ જાપ્તામાંથી પોતાના દિકરાને લઇ જઇ શકે..તું દરિયાની વચ્ચે ઝડપાઇ ગયો તો તારા બાપા તને છોડાવવા કઇ રીતે આવી શક્યા હોત…?

ચોથુ, કે ભણવાની ઉંમર છે તો તારી બેન સુહાનાની જેમ શાંતિ સે પઢો…લિખો..અને ટાઇગર શ્રોફની જેમ અચ્છી બોડી બનાવો… અચ્છા બચ્ચા બનો…અને ફિલ્મોમાં આવો…તારા પિતાની જેમ તને પણ લોકો બનાવશે સુપરડુપર સ્ટાર….પણ ક..ક…ક..કિરણ એવુ ના બોલીશ હોં…!! જા સીધો ઘેર જજે..હોં..ડાહ્યો છોકરો છે…!?

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી