બાદશાહના દિકરાની ‘મન્નત’ અધૂરી રહી ગઇ, જેલમાં જ રહેવું પડશે…

કોર્ટે આર્યનની જામીનની અરજી ફગાવી દીધી

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. કોર્ટે જામીન આપવાની મનાઇ ફરમાવી છે. વીવી પાટિલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. NCBએ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની અટકાયત કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આર્યન ખાન લૉકઅપમાં છે. 8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટમાં 13-14 ઓક્ટોબરના રોજ જામીન અરજી પર સુનાવણી થઈ હતી. 14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે 20 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. આજે આર્યન ખાનની જામીન અરજી પર જજ વીવી પાટિલ ચુકાદો આપશે.

આર્યન ખાનના વકીલે કહ્યું છે કે હવે તે મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરશે અને ત્યાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરશે. કેમ તેને જામીન નથી મળી રહ્યાં તેને લઇને કોઇ કારણ સામે આવ્યું નથી. 

NCB વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે આર્યનની વ્હોટસએપ ચેટમાં ચોક્કસ શું છે એ આર્યનના વકીલ અમિત દેસાઈને ખબર નથી, પરંતુ તેમને અને કોર્ટને જ માહિતી છે. દેસાઈએ દલીલ કરી હતી કે આર્યનની બાબતમાં તપાસમાં અનેક ત્રુટિઓ છે. તેની વિરુદ્ધ નક્કર બતાવવા જેવું કશું જ નથી. આથી તેને જામીન મળવા જોઈએ. ભલે તેની પર કઠોર શરતો લાગુ કરવામાં આવે.

આંતરરાષ્ટ્રીય તસ્કરી સાથે સંબંધ હોવાનું NCBનો દાવો

આર્યનનો આંતરરાષ્ટ્રીય તસ્કરી સાથે સંબંધ હોવાનું NCB કહે છે, જે શક્યતા બિલકુલ નથી. ચેટમાં રેવ પાર્ટીનો ક્યાંય ઉલ્લેખ નથી. આર્યન અનેક વર્ષ વિદેશમાં હતો. અન્યોનો આ પ્રકરણમાં શું સંબંધ છે, એની તેમને જાણ નથી, પરંતુ આર્યનનો કાવતરા સાથે સંબંધ નથી, આથી NCB ભલે તપાસ ચાલુ રાખે, પરંતુ કોર્ટે જામીન અરજીનો વિચાર કરતી વખતે આ બધા મુદ્દાઓનો વિચાર કરવો જોઈએ. આજના યુવાનોની અનોખી ચેટ: આજના યુવા વર્ગની ચેટ્સ બહુ અલગ સ્વરૂપની હોય છે. તેમના અંગ્રેજી શબ્દો અથવા ભાષા જૂના જમાનાના લોકો માટે ક્યારેક ક્યારેક સતામણી જેવું લાગે છે.

આથી યુવાનોની ચેટ્સ NCBને શંકાસ્પદ લાગી હોઈ શકે છે, પરંતુ યુવાનોમાં ફક્ત વિનોદ ખાતર ચેટ્સ થઈ હતી કે કેમ તેનો વિચાર કરવો જોઈએ, કારણ કે આજની દુનિયા બહુ અલગ છે, એવી દલીલ પણ દેસાઈએ કરી હતી.

આર્યન જેલમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કોઈ મીઠી વાનગી ન બનાવો – ગૌરી ખાન

ગૌરી ખાને તેના સ્ટાફને તેમના ભવ્ય બંગલામાં સૂચના આપી છે,  જ્યાં સુધી આર્યન ઘરે પાછો નહીં આવે ત્યાં સુધી કોઈ મીઠાઈ બનાવવામાં આવશે નહીં. બન્યું એવું કે સ્ટાફનો એક સભ્ય રસોડામાં ખીર રાંધતો હતો ત્યારે ગૌરીએ તે જોયું અને તરત જ તેને અટકાવી દીધો. ત્યારબાદ તેણે તેમના સ્ટાફના તમામ સભ્યોને સૂચના આપી હતી કે જ્યાં સુધી આર્યન જેલમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કોઈ મીઠી વાનગી ન બનાવો. 

બીજી તરફ કિંગ ખાને તેમના મિત્રો અને સાથીદારોને પણ વિનંતી કરી છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં તેમના ઘરે આવવાનું ટાળે કારણ કે તેઓ ફોન કોલ્સ દ્વારા તેમના સંપર્કમાં છે. આર્યનની ધરપકડથી શાહરૂખ ‘લાચાર અને તૂટેલો અનુભવ’ થઈ ગયો છે અને તે વધુ ખાતો નથી અને ફક્ત લાચાર પિતાની જેમ તૂટી ગયો છે.’ 

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી