પાકિસ્તાન વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક માટે તૈયાર રહે, અમતિ શાહની લલકાર

ગોવા વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ : દેવેન્દ્ર ફડણવીસ

ગોવાના એક કાર્યક્રમમાં અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, જો તે કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાનું બંધ નહિ કરે તો વધુ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે.વધુમાં જણાવ્યુ કે” સર્જિકલ સ્ટ્રાઇકે સાબિત કર્યું છે કે અમે દેશની સીમા પર હુમલાઓ સહન કરતા નથી, જો તમે ઉલ્લંઘન કરશો તો વધુ સ્ટ્રાઈક કરવામાં આવશે”

વધુમાં શાહે કહ્યું કે, “પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઈક દ્વારા અમે સંદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતની સરહદો પર હુમલા કરશે તો સહન કરવામાં નહી આવે. વાતચીતનો સમય પૂર્ણ થયો, હવે વળતર આપવાનો સમય આવી ગયો છે.”

ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં

દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગોવાની (Goa) મુલાકાત દરમિયાન કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પાર્ટી સાથે બેઠકો પણ કરશે. તમને જણાવી દઈએ કે, ભાજપે ગોવામાં ચૂંટણી પ્રભારી તરીકે દેવેન્દ્ર ફડણવીસની નિમણૂક કરી છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી