હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલ શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. જોકે આ બેઠક દરમિયાન પીએમ મોદી દુનિયાના વિવિધ દેશના નેતાઓ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય વાટાઘાટ કરશે.
આ દરમિયાન મોદી સરકારને એક મોટી સફળતા મળી છે. ઓમાનના સુલ્તાન કબૂસે તેમના દેશમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદ પર ‘શાહી માફી’ આપી. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરી જાણકારી આપતા કહ્યું કે, અમે ઈદ-ઉલ-ફિત્ર પર દેખાડવામાં આવેલી ઓમાનના માનનીય સુલ્તાન કબૂસની આ રહેમદિલીની સરાહના કરીએ છીએ.
We appreciate this merciful gesture on the auspicious occasion of Eid-ul-Fitr by His Majesty Sultan Qaboos of Oman https://t.co/hvWksv7JZM
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2019
રિપોર્ટ મુજબ ઓમાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે સુલતાન કબૂસે ઓમાનમાં સજા કાપી રહેલા 17 ભારતીય નાગરિકોને ઈદના દિવસે ‘શાહી માફી’ આપી છે. એમ્બેસીએ ટ્વીટ કરી જણાવ્યું કે, ભારત સરકાર એક મિત્ર દેશ દ્વારા દેખાડવામાં આવેલી આ કરૂણા ભાવનાની સરાહના કરે છે. વિશ્વભરમાં ગત અઠવાડિયે ઈદ મનાવવામાં આવી હતી.
35 , 1