મહિપતરામ આશ્રમમાંથી નિકળેલી ત્રણ પૈકી એક કિશોરીને શાહીબાગ પોલીસે શોધી

કિશોરીએ પહેલાં ગલ્લાં તલ્લાં કર્યા પણ પોલીસની સુજબુજ કામે લાગી

કિશોરીને આશ્રમમાં પરત સોંપી, પોલીસને જાણ કરાઇ છે- પીઆઇ જાડેજા

મહિપતરામ આશ્રમમાંથી નિકળેલી ત્રણ પૈકી એક કિશોરીનેશાહીબાગ પોલીસે શોધી લીધી છે. શાહીબાગ પોલીસને કિશોરી મળ્યાં બાદ તે ગલ્લાં તલ્લાં કરી રહી હતી. તેવામાં પોલીસે સુજબજ દોડાવી હતી અને કિશોરીની પુચ્છા કરતા તેણે સાચી કહીકત કહી હતી. આ અંગે શાહીબાગ પીઆઇ કે.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, કિશોરી અંગે ખરાઇ કર્યા બાદ અમે તેને આશ્રમમાં પરત સોંપી છે. ઉપરાંત આ અંગે કાગડાપીઠ પોલીસને પણ જાણ કરી છે.

મંગળવારે રાત્રે 10 વાગ્યે શાહિબાગ પોલીસને કંટ્રોલરૂમમાંથી મેસેજ મળ્યો હતો કે, એક બાળકી રખડતી ભટકતી ફરી રહી છે. જેથી આ મામલે ગંભીરતા દાખવી પીઆઇ કે.ડી.જાડેજાએ તેમની સેકન્ડ ગાડીના ઇન્ચાર્જ મહેન્દ્રભાઇને તાત્કાલીક ત્યાં પહોંચવા સુચના આપી હતી. જેથી ટુ ગાડીના ઇન્ચાર્જ સહિતની પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારે કિશોરી આસપાસના લોકોથી ઘેરાયેલી હતી. આ સમયે પોલીસે તેની પુચ્છા કરી હતી. પહેલાં તો કિશોરીએ જણાવ્યું હતું કે, લાલદરવાજાથી એકલી આવી છું. થોડીવાર પછી રાયપુર વિસ્તારમાંથી આવી છું તેવું કહ્યું હતું. કિશોરીના સતત બદલાતા નિવેદનથી પોલીસ ઘૂંચવાઇ હતી. ત્યારબાદ મહિલા પોલીસને બોલાવાઇ હતી. મહિલા પોલીસે સુજબુજ દાખવી હતી અને કિશોરીને શાંતિપૂર્વક પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, અમે ત્રણ જણા રાયપુર આવેલ મહિપતરામ આશ્રમમાંથી નિકળી ગયા હતા. ત્યારબાદ ફરતા ફરતા હું અહીં આવી છું. જેથી પોલીસે આ અંગે ખરાઇ કરતા વાતને સમર્થન મળ્યું હતું.

આ અંગે ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, કિશોરી અંગે મેસેજ આવ્યા બાદ તાત્કાલીક પોલીસ પહોંચી હતી. પોલીસે ખરાઇ કરી હતી અને ત્યારબાદ વળતો કંટ્રોલરૂમને મેસેજ પણ કરી દીધો હતો. આ અંગે પીઆઇ કે.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, કિશોરી મળ્યા બાદ અમે તેને આશ્રમમાં સત્તાવાળાને સોંપી દીધી છે. ઉપરાંત કાગડાપીઠ પોલીસ મથકમાં આ અંગેનો ગુનો નોંધાયેલો હોવાથી તેમને પણ આ અંગે જાણ કરી હતી. મહિલા પોલીસની સુજબુજથી અમે ઝડપી કેસ ડિટેક્શન કરી શક્યા.

 45 ,  1