એક્ટરને કોલેજ સ્ટૂડન્ટનો રોલ કરતાં લાગ્યો ડર ; કહ્યું, મોટા થઈને શું કહેશે બાળકો

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર હાલમાં ફિલ્મ ‘કબીર સિંહ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. શાહિદ કપૂરે ફિલ્મમાં મેડિકલ સ્ટૂડન્ટનો રોલ પ્લે કર્યો છે. તેની પ્રેમિકાના બીજે લગ્ન કરાવી દેવામાં આવે છે અને તેને કારણે ડોક્ટર બન્યા બાદ તે દારૂના નશામાં ધુત રહે છે. શાહિદે જણાવ્યું કે 38 વર્ષની ઉંમરમાં કોલેજ સ્ટૂડન્ટનો રોલ કરતાં પહેલાં ડર લાગ્યો હતો.

ફિલ્મમાં કિઆરા અડવાણી, અર્જુન બાજવા, સુરેશ ઓબેરોય છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ (2017)ની હિંદી રીમેક છે. આ ફિલ્મને પણ સંદિપ વાંગાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે.એક ઈન્ટરવ્યૂમાં શાહિદે કહ્યું હતું કે તેને ડર હતો કે તેનો ભાઈ, પત્ની તથા બાળકો જ્યારે આ ફિલ્મ્સ જોશે અને પૂછશે કે આ ફિલ્મ કરવાની જરૂર શું હતી ? તમે ભૂલી ગયા કે તમે 38ના છો.

View this post on Instagram

16 year challenge 🔥

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

આ સમય દરમિયાન મીરા રાજપૂતે શાહિદની એક તસવીર શૅર કરી છે. જેમાં તે બે લુકમાં જોવા મળે છે. એક તસવીર તે 22 વર્ષનો હતો ત્યારની છે, જે લીડ એક્ટર તરીકે તેની પહેલી ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’ રિલીઝ થઈ તે સમયની છે. બીજી તસવીર હાલની છે. મીરાએ કેપ્શન આપ્યું હતું, “16 year challenge”.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી