બોલીવૂડનાં કિંગ ખાનના ફેન્સ થયા બેચેન, સોશિયલ મીડિયા પર શરૂ કર્યુ કેમ્પેન..

બોલીવૂડનાં કિંગ ખાનને મોટા પર્દે તેમના ફેન્સ મિસ કરી રહ્યા છે. શાહરુખના ચાહકોએ હવે સોશિયલ મીડિયામાં કેમ્પેન શરુ કર્યુ છે. શાહરુખ ખાન લાંબા સમયથી મોટા પડદેથી ગાયબ હોવાના કારણે તેમના ફેન્સે સોશિયલ મીડિયા પર #WeMissSRKOnBigScreen ટ્રેંડ શરુ કર્યો છે.જેના માધ્યમથી તેઓ એ દર્શાવવા માગે છે કે શાહરુખ પોતાની ફિલ્મોથી વાપસી કરવાની જાહેરાત કરે એવી લાગણી વ્યકત કરી છે..

થોડા મહિનાઓ અગાઉ આવેલી શાહરુખની ફિલ્મ ‘ઝીરો’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તે અગાઉની પણ શાહરુખની ઘણી ફિલ્મો દર્શકોએ નકારી હતી. ફિલ્મ ‘ઝીરો’ બાદ શાહરુખે કોઇ ફિલ્મ સાઇન નથી કરી.

હાલ કિંગ ખાન અને તેનો પુત્ર આર્યન ખાન એનિમેટેડ ફિલ્મ માટે વોઇસ ઓવર આપતા દેખાયા હતા. આ પ્રોજેક્ટમાં શાહરુખ અને તેના પુત્રએ મેઇન કેરેક્ટ માટે અવાજ આપ્યો છે. આ એનિમેટેડ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી