જામનગર : પતિ સામે મહિલાનું અપહરણ કર્યા બાદ છરી બતાવી બે બદમાશોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

ફરી શર્મસાર થયું જામનગર, બે નરાધમોએ મહિલા પર આચર્યુ દુષ્કર્મ

જામનગરમાં વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. સરેઆમ મહિલાનું અપહરણ કરી, છરી બતાવી બે બદમાશાએ દુષ્કર્મ આચર્યું. મહિલા પતિ સાથે દર્શન માટે જઇ રહી હતી. તે દરમિયાન રસ્તામાં બે નરાધમોએ ધમકી આપી મહિલાના પતિને ભગાડી મુક્યો હતો. બાદમાં હવસખોરોએ બાઇક પર મહિલાનું અપહરણ કરી દુર બાવરની ઝાડીમાં લઇ જઇ ગેંગરેપ કર્યો હતો. આ મામલે ધ્રોલ પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, ધ્રોલમાં નર્સ તરીકે કામ કરતી 25 વર્ષની પરિણીતા તેના પતિ સાથે હરીપર ગામ પાસે આવેલા મેલડી માતાજીનાં મંદિરે દર્શન કરવા ગઇ હતી. ત્યાંથી બપોરનાં સમયમાં ગોરડીયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હતા. મહિલાનો પતિ માવો ખાવા માટે રસ્તામાં ઉભો રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર બે શખ્સો કાદર ઉર્ફે ઓઢીયો ડખેર અને અઝરુદ્દીન ઉર્ફે અજુડો જુણેજા આવીને દંપતીને ધમકાવવા લાગ્યા હતા. એટલું જ નહીં દંપતીનાં મોબાઇલ ફોન પણ ઝૂંટવી લીધા હતા.

આરોપીઓએ મહિલાના પતિને માર મારી ભગાડી મુક્યો હતો. બાદમાં મહિલાને બળજબરીપૂર્વક અપહરણ કરી થોડે દુર બાવરની ઝાડીઓમાં લઇ ગયા હતા. જ્યાં છરી બતાવી આરોપી કાદર ઉર્ફે ઓઢીયો ડખેર અને અઝરુદ્દીન ઉર્ફે અજુડો જુણેજાએ વારાફરતી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાને હવસનો શિકાર બનાવી બન્ને બદમાશો ભાગી ગયા હતા. પીડિત મહિલા ઘટના બાદ રોડ પર જ્યાં એક્ટિવા પડ્યું હતું ત્યા આવી હતી. આ દરમિયાન મહિલાનો પતિ અને તેના મિત્રો આવી પહોંચ્યા હતા. બાદમાં ધ્રોલ પોલીસ મથકમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

તો બીજી તરફ પોલસે પીડિત મહિલાની ફરિયાદ બાદ ગણતરીની જ કલાકોમાં આરોપીઓને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

નોંધનિય છે કે, રાજ્યના હાલાર પ્રદેશ ગણાતા જામનગરમાં છેલ્લા પખવાડિયામા બે દૂષ્કર્મની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યાં છે. ધ્રોલ નજીક ફરવા આવેલા દંપતિને બે અજાણ્યા વ્યક્તિઓએ પતિને માર મારી પરણિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બનતા લોકોમાં રોષ જાવો મળી રહ્યો છે.

 222 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર