શરમજનક: વાઘાણીના પિતરાઈએ 11 વર્ષની બાળા સાથે કર્યા શારીરિક અડપલાં

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈ તેમના જ કારખાનાની ગેલરીમાં એક કુમળી વયની બાળાની જાતીય છેડછાડ કરવાના કિસ્સામાં ફસાયા છે. આખરે પોલીસે પોસ્કોની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. કોર્ટમાં તેમને રજૂ કરતાં તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આ અંગે શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં માસૂમ બાળાના પિતાએ કરેલી ફરિયાદ મુજબ, વરતેજ ગામે રહેતા અને શહેરના બોરતળાવમાં હીરાનું કારખાનું ચલાવતા સુરેશ શિવાભાઈ માધવાણીએ ગત તા.11ના રોજ તેમના બોરતળાવ કુમુદવાડી ખાતે હીરાના કારખાનાની ગેલેરીમાં માસૂમ બાળા સાથે અડપલા કર્યા હતા.

જેમાં તેણે બાળાની જાતીય છેડછાડ કરી હતી. આ અંગે માસૂમ બાળાના પિતાની ફરિયાદના આધારે પોલીસે વરતેજના શખસની સામે પોસ્કોની કલમ સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી