શામળાજી: મેશ્વો ડેમમાં ડૂબતા યુવકનું મોત..

શામળાજી પાસે મેશ્વો ડેમમાં હાથ પગ ધોવા ગયેલા યુવકનું ડૂબી જતા મોત થયું છે.આ દ્રશ્ય જોઈ આસપાસનાં લોકોએ બુમાબુમ કરતા ઘટના સ્થળે લોકોનું ટોળું જમા થઇ ગયું હતું.
મળતી વિગત અનુસાર ભિલોડા પાસેના દેવેન મોરી ગામનો યુવક અંકિત ખીમજી ભાઈ મેશ્વો ડેમમાં હાથપગ ધોવા માટે ગયો હતો. અને અચાનક પગ લપસતા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આસપાસના લોકોએ આ ઘટના જોઈને બુમાબુમ કરતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. ઘટનાની જાણ હિંમતનગર ફાયર વિભાગને કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગના તરવૈયાઓએ અંકિતની લાશને પાણી માંથી ભાર કાઢવામાં સફળતા મેળવી હતી.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી