ગાંધીના ગુજરાતમાં વહેતી દારૂની નદીઓ , શામળાજીમાં ૨૦,૯૬,૫૦૦નો ઝડ્પાયો દારૂ

ગાંધીના ગુજરાતમાં કાગળ ઉપર કહેવાતી દારૂ બંધીનું શ્રેષ્ઠ ઉદાહરણ શામળાજી પોલીસે પુરુ પાડ્યું છે. શામળાજી પાસે વેણપુર ગામની સીમ પાસે રાજસ્થાનથી બટાટા ભરી ને આવતી ટ્રકમાંથી માતબાર રકમ નો દારુ શામળાજી પોલીસે ઝડપી પડ્યો છે.

મળતી વિગતો અનુસાર, સહ્મ્લાજી પાસે આવેલી વેણપુર ગામની સીમ પાસે શામળાજી પોલીસ વાહનોનું ચેકિંગ કરી હતી તે દરમિયાન, મીની આયશર ટ્રક\નં. જીજે.૨-ડબ્લ્યુ-૯૯૭૭ માં બટાટા ભરેલા નજરે ચઢ્યા હતા. આ બટાટા ના કોથળાની આડ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની ૨૭૦પેટી છુપાવવામાં આવી હતી. જેની અંદાજીત કીમત, ૧૨,૯૬,૦૦૦ જેટલી થવા જાય છે. આ સાથે આયસર ટ્રકની કિંત રૂ. ૮,૦૦,૦૦૦ મોબાઈલ નંગ ૧ કીમત રૂ. ૫૦૦ એમ કુલ ૨૦,૯૬,૫૦૦ રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.

આ મુદ્દા માલ સાથે ૧. શેતાનસિંહ છીત્તરસિંહ ચૂંડાવત,ઉ.વ. ૨૦ રહે. છાપીયા ખેડા, તા. આસિન્દ, જી. ભીલવારા રાજસ્થાન અને ૨.કાલુરામ ઉર્ફે રતનલાલ ભુરાલાલ રહે. દુદાલીયા તા. દેગર રાજસ્થાન ની ગુજરાત રાજ્ય રાજ્યમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ યેનકેન પ્રકારે લાવી અને ગેરકાયદેસર રીતે ગુસાડવાનાકીમીયાને અસફળ કરી આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી