શામળાજી: વરદા ગાદીપતિ ભીમ સિંહ ચૌહાણનું અકસ્માતમાં મોત

શામળાજી પાસે અકસ્માતમાં વરદાના ગાદીપતિ મહંત ભીમસિંહ ચૌહાણનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક સુનોખ પાસે અખિલ ભારતીય કલાજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત ભીમસિંહ ચૌહાણ તેમના સાથીઓ સાથે પરત આવી રહ્યા હતા ત્યારે તેમની ગાડી સાથે અકસ્માત થતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી.

શામળાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શામળાજી આસપાસના લોકોએ આ સમાચાર સાંભળી ઘેરા શોકની લાગણી અનુભવી હતી. શામળાજી પોલીસે અકસ્માતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી