દેશમુખની ધરપકડને લઇ ભાજપ પર ભડક્યા ‘મરાઠા કિંગ’, આપી ધમકી

‘હર દિન, હર ઘંટે કી કીમત વસૂલેંગે..’

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડથી એનસીપીના સુપ્રીમો શરદ પવાર ભાજપ પર બરાબરના ભડક્યા છે. શરદ પવારે જણાવ્યું છે કે અનિલ દેશમુખ સાથે અન્યાય થયો છે.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડથી એનસીપીના સુપ્રીમો શરદ પવાર ભાજપ પર બરાબરના ભડક્યા છે. શરદ પવારે જણાવ્યું છે કે અનિલ દેશમુખ સાથે અન્યાય થયો છે. તેમણે સ્પષ્ટપણે ભાજપ સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે દેશમુખને જેલમાં ધકેલવાની કિંમત ભાજપે ચૂકવવી પડશે.

શરદ પવારે કેન્દ્ર સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે મારું કહેવું છે કે તમે ગમે એટલા દરોડા પાડો, ગમે એટલી ધરપકડ કરો, અમે સામાન્ય લોકોને સાથે રાખીને ભાજપને મહારાષ્ટ્રમાં ક્યારેય આવવા દઈશું નહીં. ભાજપે મહારાષ્ટ્રમાં ૧૦૦ ટકા હારનો સામનો કરવો પડશે. તમે અનિલ દેશમુખને જેલમાં ધકેલ્યા છે તો તેમના એકે એક દિવસ અને એકેએક કલાકની કિંમત અમે આજે નહીં તો કાલે જરૂર વસૂલીશું.શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા બદલાની રાજનીતિ કરવામાં આવી રહી છે. હકીકતમાં સત્તાનો ઉપયોગ સન્માન સાથે કરવાનો હોય છે, પરંતુ આ લોકોના પગ જમીન પર નથી અને સત્તાનો નશો તેમને ચઢી ગયો છે અને જે કંઈ થઈ રહ્યું છે તે આ નશાનું જ પરિણામ છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી