2024ની તૈયારી : શરદ પવારના ઘરે કાલે થશે વિપક્ષી દળોની બેઠક

પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે બેઠકનો દોર શરૂ

નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર આજે દિલ્હીમાં છે. અહીં તેમણે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે એનસીપી અધ્યક્ષ શરદ પવારના ઘરે કાલે વિપક્ષી દળોના નેતાઓની બેઠક થશે. જેમાં 15-20 મોટા વિપક્ષી નેતાઓ સામેલ થઈ શકે છે. આ પહેલા પણ શરદ પવારે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી.

પૂર્વ કેંદ્રીય મંત્રી યશવંત સિન્હા જે ટીએમસીમાં સામેલ થયા છે, તેમનું રાષ્ટ્ર મંચના નામથી એક ફોર્મ છે. રાષ્ટ્ર મંચના બેનર નીચે કાલે સાંજે ચાર વાગ્યે શરદ પવારના ઘર પર બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં બેઠકમાં વિપક્ષી દળોને અલગ-અલગ ચહેરાઓ સામેલ થશે. યશવંત સિન્હાએ એબીપી ન્યૂઝને આ સમાચાર કર્ન્ફર્મ કર્યા છે. આ બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

2024ની તૈયારી….!

12 જૂને પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે આશરે 3 કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકના એક દિવસ બાદ એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું હતું કે 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરોધી પાર્ટીઓને મહાગઠબંધનની જરુર છે.

નવાબ મલિકે આગળ કહ્યું હતું, આગામી ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધની પાર્ટીઓના મહાગઠબંધનની જરુર છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ ભાજપનો મુકાબલો કરા માટે તમામ દળોના રાષ્ટ્રીય ગઠબંધનની વાત કરી છે. અમે એવા પક્ષોને સાથે લાવવાનો પ્રયાસ કરીશું. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને આંકડાઓ અને સૂચનાઓની સંપૂર્ણ જાણકારી છે.

 55 ,  1