બિહાર ચૂંટણી : શરદ યાદવની પુત્રી સુભાષિનીએ કોંગ્રેસનો હાથ થામ્યો

સુભાષિની બિહારીગંજ સીટ પરથી લડી શકે છે ચૂંટણી

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય દળોમાં હલચલ વધી ગઈ છે. બુધવારે કોંગ્રેસ પાર્ટીમાં લોકતાંત્રિક જનતા દળના પ્રમુખ શરદ યાદવની પુત્રી સુભાષિની રાજ રાવની એન્ટ્રી થઈ છે. દિલ્હીની કોંગ્રેસ ઓફિસમાં તે પાર્ટીમાં જોડાઈ છે. કોંગ્રેસ તરફથી તેને બિહારના ચૂંટણી દંગલમાં ઉતારવામાં આવી શકે છે. 

કોંગ્રેસમાં સામેલ થયા બાદ શરદ પવારની પુત્રી સુભાષિનીએ કહ્યું કે, તેમના પિતાની તબીયત સારી નથી. પરંતુ તે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર માને છે. અમારે બિહારને એક સારૂ રાજ્ય બનાવવું છે. 

શરદ યાદવ પૂર્વમાં જનતા દળ (યૂ)ના પ્રમુખ રહ્યા છે, પરંતુ નીતીશ કુમાર સાથે અણબનાવ થયા બાદ તેમણે પોતાની અલગ પાર્ટી બનાવી લીધી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં શરદ યાદવની નવી પાર્ટી મહાગઠબંધનનો ભાગ હતી. 

કહેવામાં આવી રહ્યું છે કે, સુભાષિની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી લડી શકે છે. સુભાષિની અને કાલી પાંડેએ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડા, દેવેન્દ્ર યાદવ અને અજય કપૂરની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી.

શરદ યાદવની ત્રીસ વર્ષીય પુત્રી સુભાષિની પાસે એમબીએની ડિગ્રી છે. અને તે મધેપુરાની બિહારીગંજ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. શરદ યાદવ મધેપુરા સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા.

 89 ,  1